________________
(૨) જેવી મતિ તેવી ગતિ’ની વાત અહીં પૂરી થતાં, તે સાથે બને નિયમોની વિચારણા પૂરી થાય છે.
મોક્ષના અનન્ય સાધનરૂપ ગણાતા સમાધિમરણ, પંડિતમરણ કે ભાવસમાધિમરણ જીવને પ્રાપ્ત થાય એ માટે જીવન અલિપ્તપણે, ત્યાગ વૈરાગ્યમય, પાપ અને વિકારો રહિત, મોહમમતા રહિત કેવી રીતે જીવવું જોઈએ? એ અંગે આત્મા તથા મનને વારંવાર વિચારવા કે વાગોળવા જેવી કેટલીક સાત્ત્વિક તાત્ત્વિક વિચારણા-ભાવના અહીં અપાય છે. દેહ અને આત્મા વચ્ચેનું ભેદજ્ઞાન કરો.
અનાદિકાળથી વળગેલો, અને મોક્ષે ન પહોચાય ત્યાં સુધી રહેવાવાળો દેહાધ્યાસનો જે દઢ સંસ્કાર, તે છેવટે જીવને મુંઝવે છે. કારણ કે સ્ત્રી, પુત્ર, કુટુંબ-પરિવાર, ધન, દોલત, બાગ, બગીચા એ બધું તો આત્માથી પર છે. દૂરની બાબત છે. પણ દેહ-શરીર એ તો આત્મા સાથે નિકટ્ય જ નહિ, પરંતુ આત્મપ્રદેશો જોડે ઓતપ્રોત થઈને રહેલું છે એટલે શરીરના કારણે રોડ મુંઝવણ થાય ત્યારે વિવેકદૃષ્ટિ કેળવવી જોઈએ. એટલે કે શરીર અને આત્મા, ઉપરથી તો એક કે દેખાતા હોવા છતાં તત્ત્વતઃ ભિન્ન છે, પણ એક નથી આવું ભેદજ્ઞાન આરાધક બનવા માંગતી
વ્યક્તિએ પોતાના હૈયામાં સચોટ રીતે નોંધવું જોઈએ, અથવા અંકિત કરી લેવું જોઈએ. આત્માના ગુણધર્મોની વિચારણા
ત્યારપછી, આત્મા અને દેહ બન્નેના ગુણધર્મો કેવી રીતે જુદા છે? તેની વિચારણા કરે. આ અંગે અગાઉ કંઈક કહ્યું. તે ઉપરાંત આત્મા અંગે વિચારતાં વિચારે કે-આત્મા એ ચૈતન્યરૂપ છે. એને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, નથી. વળી તે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રના ગુણોથી અવિરતપણે અખંડ વ્યાપ્ત છે. એના નથી જન્મ હોતાં કે નથી હોતાં મરણ. એ અવિનાશી છે. અજર છે. અમર છે. એનો કદિ નાશ નથી. એ હાનિ-વૃદ્ધિના ધર્મથી રહિત છે, વળી
અનાદિકાળથી છે અને અનન્તકાળ સુધી રહેવાવાળો છે. આ પ્રમાણે આત્મા વિચાર! દેહના ગુણધર્મોની વિચારણા
ત્યારબાદ આત્મા મન દ્વારા દેહના ધર્મોને વિચારે-એટલે કે દેહ-શરીર એ પુદ્ગલ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ લક્ષણોથી યુક્ત છે. જડ રૂપે છે. જ્ઞાનાદિ ગુણોથી સર્વથા રહિત છે. એનાં જન્મ-મરણ છે. વિનાશી છે. જરા અને મરણ અવસ્થાવાળું છે. એની પ્રવાહની દૃષ્ટિએ અનાદિ છે, પણ વ્યક્તિ દૃષ્ટિએ આદિ છે. સંકોચ-વિકોચ, હાનિ-વૃદ્ધિના સ્વભાવવાળું છે, અને એનો સદાય માટે અત્ત પણ આવે તેવું વિનશ્વર છે. ભૌતિક પદાર્થોની પરકીયતા
આમ બન્નેય પદાર્થોનું જ્ઞાન યથાર્થ કરી લીધા પછી આ વિશ્વમાં આત્માથી પર બિનesseekers . [ ૨૭૦]= ====== ==