________________
ન હશે તો ઉત્કૃષ્ટ ભાવોલ્લાસ જાગશે અથવા સ્વયં મનોમન આરાધના કરવા શક્તિમાન બનશે. તે 5 ઉપસંહાર
અહીંયા જે કંઈ વિવેચન કર્યું, તે એટલા માટે કર્યું છે કે-માનવ આત્માઓ મૂળભૂત બાબતોને ન સમજે તો પોતાના જીવનની જાજમ જ્યારે સંકેલાઈ રહી હોય કે જીવનપધ જ્યારે બીડાઈ રહ્યું હોય ત્યારે પણ, તેને “સમાધિ' મરણ માટેનો વિચાર આવે નહીં, કદાચ વિચાર
આવે પણ તેથી શો લાભ છે? તે સમજાવેલ ન હોય તો અન્તિમ આરાધના–જેને જેન ક - પરિભાષામાં નિજામણાં (નિર્ધામણા) કહેવામાં આવે છે તે કરવાનો ભાવ જાગે નહિ અને એ છે રે જાગે નહીં એટલે આવશ્યક વીર્ષોલ્લાસ જાગે નહીં, એ જાગે નહીં એટલે ચિત્તની એકાગ્રતા જ આ જામે નહીં અને નિર્મળભાવ પ્રજ્વલિત બને નહીં. પરિણામ એ આવે કે આત્મા, અત્યંત - દુર્લભકોટિના મહામૂલા આ માનવજન્મમાં, ભાવિ જન્મોની દીર્ધ પરંપરા સુધારી શકવાની તમામ કે સાનુકૂળતાઓ હોવા છતાં, તેના બહુમૂલ્ય લાભથી તે વંચિત જ બની જાય!
માથા કરતાં પાઘડી મોટી'ની જેમ પ્રસ્તાવના મેં, જો કે લાંબી લખી છે પણ આ લંબાણ - થોડાક ભવભીરૂ અને હળુકર્મી આત્માઓને પણ જો સાચી પ્રેરણા આપનારૂં બનશે તો આ એક નાનકડો પ્રયત્ન સાર્થક બની રહેશે. અત્તમાં જૈન સિદ્ધાંતની મર્યાદા વિરુદ્ધ લખાઈ ગયું હોય
તો ‘મિચ્છામિ દુક્કડ' યાચું છું.
૪૧, રીજ રોડ વાલકેશ્વર કે મુંબઈ–૬
પૂ. આ. વિજયધર્મસૂરીશ્વર શિષ્ય સં. ૨૦૨૪
મુનિ યશોવિજય
================ [
૭૩ ] ===================