________________
* * **ઋ** ********ઋ* ******* ************ઋ૪૪ * ધોરણ જળવાયું નથી. ઉલટું અમુક તીર્થકરોની સ્તુતિમાં વિદ્યાદેવીઓને સ્થાન આપીને, તેમજ એક જ
જ નામવાળી દેવીની પુનઃ સ્તુતિ કરીને આપણને વિચારોના વમળમાં નાંખીને સવાલ ઊભો કરે
છે કે આવું અનિયંત્રિત કે અનિશ્ચિત ધોરણ સ્વીકારવા પાછળ સ્તુતિકારોનો હેતુ શું હશે? અસ્તુ! ૐ બીજી વાત એ સમજવા જેવી છે કે તીર્થંકરના ભક્તો દેવો પણ છે. છતાં શોભનસ્તુતિ
અને આમાં પણ માત્ર દેવીઓને જ પસંદ કરવામાં આવી છે. શું દેવીઓ શીધ્ર ફલપ્રદા ગણાય છે તેથી આ ધોરણ સ્વીકાર્યું હશે?
હવે આપણી પ્રસ્તુત સ્તુતિમાં શું ધોરણ છે તે જોઈએ.
પ્રસ્તુત ઐન્દ્રસ્તુતિમાં પણ ઉપાધ્યાયજીએ શોભનસ્તુતિને જ આદર્શ તરીકે રાખી છે, એટલે મેં (એકાદ અપવાદને છોડીને ) તેમના જ ધોરણને અનુસર્યા છે. આ માટે જુઓ પરિશિષ્ટ નં. ૧.
દેવ-દેવીના હાથ ચારે છે કે બે, તે ઉપરાંત તેમનાં વાહનો, આયુધો વગેરે માટે જૈન છે ગ્રન્થોમાં અને જૈનેતરનાં શિલ્પશાસ્ત્રોમાં વિવિધ વિકલ્પો જોવા મળે છે. આ અંગે જુઓ પરિશિષ્ટ ક્રમાંક એક પછીનું લખાણ.
પ્રાચીન કાળમાં દેવીને બે હાથ કરાતા કે ચાર? કે બંને ધોરણ હતા? આ સવાલ ઉઠાવી શકાય. આનો જવાબ નિશ્ચિત રીતે આપી શકાય તેમ નથી. કારણ કે બંને પ્રકારના ધોરણો શિલ્પોમાં નજરે ચઢ્યાં છે. આ ઐન્દ્રસ્તુતિમાં પણ બે હાથ અને ચાર હાથનું વિધાન છે. આવા વિકલ્પોને કારણે દેવીની તત્કાલ નવી આકૃતિઓ બનાવી તે છાપવાનું માંડી વાળ્યું. અને માત્ર ૪ જૈન દેવ-દેવીનાં સ્વરૂપો કેવાં હોય છે એની આછી રૂપરેખા ખ્યાલમાં આવે તે પૂરતાં જ નિર્વાણકલિકા નામના જૈન વિધિગ્રન્થના આધારે, જયપુરના વિદ્વાન પંડિત શ્રી ભગવાનદાસ જેને
૧. આ સ્તુતિમાં ક્યાંક બે હાથ, કયાંક ચાર હાથનો ઉલ્લેખ કર્યો છે. કયા હાથમાં કયું આયુધ કે વસ્તુ * હોય છે? તેની સ્પષ્ટતા નથી કરી. જેના બે, ચાર કે છ હાથ હોય ત્યાં અન્ય ગ્રWકારો ડાબા હાથની અમુક
ચાર વસ્તુઓ અને જમણા હાથની અમુક ચાર વસ્તુઓ તે નીચેના હાથથી ઉપર ઉપરના હાથમાં સમજવી? કે ઉપરના હાથથી નીચે નીચેના હાથમાં સમજવી? અથવા પ્રદક્ષિણા ક્રમે સમજવી? તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા નથી, યદ્યપિ એક ઠેકાણે ‘ક્ષિUTઘઃ માત્' એવો ઉલ્લેખ કરેલો મળે છે.
હવે પૂજિત શિલ્પોમાં કે ચીતરેલા અથવા છાપેલાં યક્ષ-યક્ષિણીના ચિત્રોમાં બંને ધોરણો જોવા મલ્યાં છે. સાતમી સદીના શિલ્પોમાં પણ બંને ધોરણો મળે છે.
આયુધો અને વાહનાદિ સ્વરૂપની બાબતમાં નિર્વાણકલિકા, આચારદિનકર, સ્તુતિચતુર્વિશતિકાઓ, મંત્રાધિરાજ આદિ સ્તોત્રો, પ્રવચનસારોદ્ધાર, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વગેરે જૈનગ્રન્થો, રૂપમંડન, દેવતામૂર્તિપ્રકરણ અપરાજિતપૃચ્છા, દીપાર્ણવ આદિ અર્ચનગ્રન્થોમાં વિપર્યાસ અને વિકલ્પો નોંધાયા છે.
ઘણીવાર હાથ બે હોવાનું કહે, જ્યારે આયુધાદિ તરીકે એકનો જ ઉલ્લેખ હોય ત્યારે બીજા હાથમાં શું નક્કી કરવું તે સંશયમાં રહે!
પ્રાચીન સ્તુતિકારકોમાં પ્રાય: એ જ ધોરણ જોવા મળ્યું છે. અને મદનનો વેન તિઃ સ ચા ની ઉક્તિને અનુસરીને ઉપાધ્યાયજીએ પણ એ જ માર્ગ સ્વીકાર્યો છે.
૨. અજેન શિલ્પગ્રન્થોમાં તો વળી યક્ષ-યક્ષિણીઓનાં નામ આયુધાદિ અંગે કેટલાંક વિચિત્ર અશ્રુતપૂર્વ વિધાનો કરવામાં આવ્યા છે. * *** ***××××××××××× [ ૨૧૫] k**ઋ****************