________________
******
**
*** ********************* * * *** ***** ***
વળી સ્તુતિ કરતાં જો ભગવાન હૃદયમંદિરના સિંહાસન ઉપર વિરાજમાન થયેલા હોય તો છે તેથી કિલષ્ટ કર્મનો નાશ થાય છે. * ઉત્તરાધ્યયન સૂત્રમાં એક સ્થળે તીર્થકર દેવોનાં સ્તવ-સ્તુતિરૂપ ભાવ મંગલવડે જીવ કયા
લાભને પ્રાપ્ત કરે? એવો એક પ્રશ્ન થયો છે. ત્યાં ઉત્તરમાં ભગવાને જણાવ્યું છે કે સ્તવ ફ્રિ કે સ્તુતિરૂપ ભાવ મંગલથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ, અને ચારિત્રબોધિના લાભને પ્રાપ્ત કરે £ છે. અને તે રીતે સમ્યગુજ્ઞાનાદિ ત્રણેય રત્નત્રયીનો લાભ થતાં તે જીવ આકાશવર્તી * કલ્પવિમાનમાં ઉત્પન્ન થાય છે, અર્થાત્ દેવપણું પ્રાપ્ત કરે છે અને છેવટે આરાધના કરીને તે શું * આત્મા મોક્ષની પ્રાપ્તિ કરે છે. તાત્પર્ય એ કે પરમાત્માનાં સ્તવન અને સ્તુતિરૂપ ભાવમંગલથી ? * દર્શન વિશુદ્ધિ ઉપરાંત સમ્યગુજ્ઞાન અને ક્રિયાની પણ વિશુદ્ધિ થાય છે અને એમાંથી ઉત્પન્ન * { થતી આત્મિક વિશુદ્ધિ જ જીવને મુક્તિ શિખરે પહોંચાડે છે. શ્રીમંતો કે અધિકારીઓની કરેલી * * સ્તુતિ નિષ્ફળ જાય, પરંતુ તીર્થકરની કરેલી સ્તુતિ કદી પણ નિષ્ફળ જતી નથી અને પરંપરાએ $ તે બાહ્યાભ્યન્તર સુખને આપે છે. સ્તુતિ, એ પણ એક પ્રકારના રાજયોગનું જ સેવન છે.
બીજા શબ્દોમાં કહીએ તો અનંતજ્ઞાનીની સ્તુતિથી અનંતજ્ઞાન પ્રગટે છે, જેમ રાગીની * સ્તુતિ કરતાં રાગીપણું પ્રગટે છે, તેમ વીતરાગની સ્તુતિ કરતાં વીતરાગદશા પ્રગટે છે અને * અનંત વીર્યશાલિની સ્તુતિ કરતાં અનંતવીર્ય પ્રગટે છે.
વળી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ તથા ઈષ્ટ મનોરથોની સિદ્ધિઓ પણ સુલભ બને છે. ૧૩. ઉપાધ્યાયજીએ સ્તુતિની રચનાના શ્રમના ફળ તરીકે શું માગ્યું?
ઉપાધ્યાયજીએ આ સ્તુતિની રચનામાં જે શ્રમ થયો તેના ફળ તરીકે પરમાત્મા પાસે શું ન માગ્યું? ઉપાધ્યાયજી માંગે છે કે –
- “હે પ્રભુ! શુભાશયથી કે સદાશયથી આપની આ સ્તુતિનો હાર ગૂંથીને મેં જે કંઈ કુશળ * પુન્ય પ્રાપ્ત કર્યું હોય તો તે પુણ્ય દ્વારા સંસારવૃક્ષના બીજરૂપ મારા રાગ અને દ્વેષ નષ્ટ થજો” ૐ (મૂલ પ્રશસ્તિ શ્લોક ૨).
કેવી સુંદર માંગ! ખરેખર નિઃસ્પૃહ ત્યાગી મહાત્માઓ બીજી માંગણી કરે પણ શું? * સ્વોપજ્ઞસ્તુતિની રચના કરતાં કરતાં ભગવાન પ્રત્યે ભક્તિભાવનાની ભરતીનો જે જુવાળ ચઢ્યો, * અને રચનાની પૂર્ણાહુતિ થતાં મંગલમય ઉત્સાહનો જે આવેગ વૃદ્ધિ પામ્યો એમાંથી ઉપરોક્ત 3 ઉદ્ગારો સરી પડ્યા! અસ્તુ!
*******************
માગ્યું?
**********************
. “રિ થિ ૨ મત વિસ્તર્મવિરામઃ II (પર્ણવવું) 8 ૨. (પ્રશ્ન.) “યગુરૂ-મંકાનેí મંતે! નીવે ર્ફિ ?
(उ.) नाणदंसणचारि बोहिलाभं संजणयइ, नाणदंसणचारित्तवोहिलाभ-संपन्नेणं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ ।।१४।।"
********************: [ ૨૨૦]
k*******→************