________________
:
************
આ પુસ્તકમાં મુનિશ્રીના સંયમની સુવાસ, સચોટ અને સફ્ળ ઉપદેશ, અને સાથે સાથે ખંતભર્યા પુરુષાર્થનાં પરિણામે થયેલાં ચાર-પાંચ કાર્યો ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. જેમકે-મદ્રાસ શહેરમાંનો જૈન ઉપાશ્રય કે જે દેવદ્રવ્યની રકમથી તૈયાર થયો હતો.
દેવદ્રવ્ય અંગે વિચારણા :
દેવનિમિત્તે એકત્રિત થતું દ્રવ્ય તે દેવદ્રવ્ય. આ દ્રવ્ય જિનમંદિર, જિનમૂર્તિ અને તેને લગતાં શાસ્ત્રોક્ત કાર્યોમાં જ વાપરી શકાય, પરંતુ જૈન સાધુ કે શ્રાવક-શ્રાવિકાના ઉપયોગમાં કદી વાપરી શકાતું નથી.
શાસ્ત્રો કહે છે કે વિષમ એવા કલિકાલમાં સંસાર તરવાનાં પ્રબળ સાધનો બે જ છે : એક તો જિનબિંબ અને બીજું જિનાગમ. આ સાધનો જેટલાં ભવ્ય, સ્વચ્છ અને આકર્ષક એટલી જ ભાવોલ્લાસની વૃદ્ધિ, એટલી જ માનસિક પ્રસન્નતા વધુ અને શુભભાવોની ભરતી, એ જ દર્શનનું શ્રેષ્ઠ ફળ. અને હું તો મારા શબ્દોમાં એમ પણ કહું કે તેટલી જ શ્રી સંઘમાં સર્વાંગી ઉજ્જવળતા. એટલે જ આપણાં પ્રાચીન મહાપુરુષોને દેવદ્રવ્ય માટે ખૂબ જ કડક વ્યવસ્થા બાંધવી પડી છે. જો આ વ્યવસ્થા મજબૂત ન હોત તો અજૈનોનાં મોટાં મોટાં તીર્થોની જે અવદશા થઈ, એ આપણાં જૈન મંદિરોની પણ થઈ હોત.
દેવનિમિત્તક દ્રવ્ય, જો તેના ભક્તો કે પૂજારીઓને ખપતું હોત તો, આપણાં નાનાં મોટાં અનેક તીર્થો અને અન્ય શહેરી મંદિરોની જે ભવ્યતા, જે સ્વચ્છતા, જે સુંદરતા ટકી છે તે હોત ખરી? આનો જવાબ બારાખડીના વીશમાં (–ના) અક્ષરથી જ આપી શકાય.
મને યાદ છે કે ફ્રાન્સ દેશના કેળવણીખાતાના વડા આજથી સત્તર વર્ષ ઉપર પાલીતાણાજૈન સાહિત્યમંદિર જોવા આવ્યા, ત્યારે મેં પૂછેલું કે-આપ શત્રુંજય પર્વત ઉપર જઈ આવ્યા? જવાબ મળ્યો કે—હા.
પ્રશ્ન :-ઉપર આપે શું જોયું?
જવાબ :–મેં હિન્દુસ્તાનના મોટા ભાગનાં જૈનો સિવાયના પ્રસિદ્ધ મંદિરો સૂક્ષ્મ દૃષ્ટિથી નિહાળ્યાં, પરંતુ મારે ભાર દઈને મોટા અવાજે કહેવું જોઈએ કે આ પર્વત ઉપરનાં જૈન મંદિરોમાં જે સ્વચ્છતા જોઈ, એવી મેં ક્યાંય જોઈ નથી. ઘણું જ સુંદર દૃશ્ય અને વ્યવસ્થા. ઉચ્ચારેલો આ અભિપ્રાય છે એક સુશિક્ષિત, ઉચ્ચ અધિકારી અને અનુભવી પરદેશી
ગૃહસ્થનો.
ખ્યાલ કરો કે આ સ્વચ્છતા કોને આભારી છે? બુદ્ધિ જવાબ આપશે કે દેવદ્રવ્યના નક્કર બંધારણને જ.
આવી વ્યવસ્થા ઇતર સંપ્રદાયમાં હોત તો, વૈદિક ધર્મીઓના સુવિખ્યાત તીર્થ તરીકે પંકાતું સોમનાથ પાટણનું મંદિર, આઠસો આઠસો વર્ષ સુધી બિસ્માર હાલતમાં ઊભું રહ્યું, તે બનત