________________
AAAAAAAAAAAAAAARAKAANS
EEN
છે ખરું? વૈષ્ણવોના મહાન તીર્થ તરીકે ઓળખાતાં શ્રીનાથજીના ધામમાં જે વિષમ પરિસ્થિતિ
સર્જાઈ, તે સર્જાત ખરી? જૂનું સોમનાથ જેણે જોયું હશે તેને ખબર હશે કે ત્યાં યાત્રિકોની કે વાર્ષિક હજારોની આવક છતાં મંદિર જુઓ તો ગંદું, ગોબરું અને વ્યવસ્થા વિનાનું. તમને ત્યાં ઝળું ઊભું રહેવું પણ ન ગમે! અસ્તુ!
આ લંબાણ હકીકતનો ટૂંક સાર એ છે કે જૈન શ્રમણો દેવદ્રવ્યની શાસ્ત્રોક્ત પ્રણાલિકા તુ અને સુવ્યવસ્થા માટે જે ધગશ અને કાળજી ધરાવે તે સમુચિત છે, ઇષ્ટ છે; અને એ ધગશ ર રાખીને મુનિવર્ય શ્રી ભુવનવિજયજી મહારાજે પ્રબળ પુરુષાર્થ કરી ઉપાશ્રયને દેવદ્રવ્યના ભારમાંથી | મુકત કરાવ્યો, તે એક અતિ પ્રશંસનીય અને અનુકરણીય કાર્ય કર્યું છે, એવું કહીએ તો જરાય
અત્યુક્તિ કે અનુચિત નથી. જિનમંદિર અને જિનબિંબની મહત્તા :
સમ્યગ્દર્શનનાકારક-પોષક-વર્ધક અને ધર્મપ્રભાવના સાધન તરીકે મુખ્ય સાધન છે, ભવ્ય જિનબિંબથી શોભતું જિનમંદિર. ભાષામાં ઘણીવાર ગાઈએ છીએ કે—
“કલિકાલે જિનબિંબ જિનાગમ ભવિયણકું આધારા” શાસ્ત્રકારોએ જિનબિંબ એ ભવ્યાત્માઓને કલ્યાણકર સાધનોમાંનું સહુથી મહાન સાધન જણાવ્યું છે, અને તેથી જ તેને પરમાલંબન તરીકે ઓળખાવ્યું છે, કારણ કે આત્મિક વિશુદ્ધિનું છે તે પરમ સાધન છે. વીતરાગભાવની પ્રતિભા ધરાવતું જિનબિંબ, પાંચ ઇન્દ્રિયોની વિષય
વાસનાના દર્દોથી ઘેરાયેલા આત્મા માટે કાયાકલ્પનું, અને કષાયોની ધગધગતી હોળીઓને આ દિવાળીના રૂપમાં ફેરવી નાંખવાનું અચૂક રામર્થ્ય ધરાવે છે. વળી આબાલગોપાલ જીવો માટે છેતો જ્ઞાનાદિમાર્ગ કરતાં સીધો અને સહેલો ભક્તિમાર્ગ જ શ્રેયસ્કર છે. આ વિધાનની ઉપર, ર નિમ્ન શ્લોકનું નિર્માણ કરીને ઉપાધ્યાયજી ભગવંતે મહોરછાપ મારી છે :
सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात्।
भक्तिर्भागवती बीजं, परमानंद संपदाम् ।। અર્થ :-મૃતસાગરનું મંથન કરીને મેં માખણની જેમ સાર એ કાઢ્યો છે કે શ્રી જિનેશ્વરદેવની વિવિધ પ્રકારની ભક્તિ એ જ પરમાનંદ રૂપ મોક્ષ સંપત્તિની પ્રાપ્તિનું બીજ છે.
ખરેખર! આધ્યાત્મિક દર્દીથી પીડાતા આત્માઓનાં દર્દ નિવારણ માટે દવાખાનાનું સ્થાન ન ધરાવનારાં, સંસારના દાવાનળથી સંતપ્ત થયેલાઓને ચંદ્રમાની ચાંદની અને બાવનાચંદનથી પણ
અત્યંત શીતળતા આપનાર અને સંસારની દીર્ઘ-સુદીર્ઘ વાટ કાપી રહેલા પથિકો માટે વિસામો છે સરખાં અને સેકડો વર્ષો સુધી આધ્યાત્મિક પ્રેરણા આપનારાં જિનમંદિરોની આવશ્યકતા છે
અનિવાર્ય છે. એટલા માટે જ આપણા મહાન પૂર્વજો, મહારાજા સંપ્રતિ-પરમહતું કુમારપાલ આદિ રાજાઓ, મંત્રીઓ, વગેરેએ પૃથ્વીને જિનમંદિરોથી વિભૂષિત કરી નાખી હતી. અને
= === = = = = === = = = = == ગગગગ XIN NAKAHANA ATak