________________
કરી શકાય, પણ ખરી વાત એ છે કે શરીરશ્રમ કરતાં બૌદ્ધિકશ્રમનાં મૂલ્ય અનેકગણાં છે, ફ બૌદ્ધિક શ્રમનું કાર્ય એક સાથે લાખો માણસોને મદદ કરનારૂં નીવડે છે, જ્યારે શરીરશ્રમ માટે રે
તેવું બનતું નથી. અરે! ઘણી વખત જોઈએ છીએ કે શારીરિક શ્રમ કરનારા લાખો માણસોનો ડર છે દોરનારો કોઈ બુદ્ધિજીવી જ હોય છે. આ શું સૂચવે છે? એ જ કે દેશમાં શ્રમજીવી સાથે મારે આ બુદ્ધિજીવીની તેથી પણ વધુ અગત્ય છે. અરે! સાધુસંતો તો બૌદ્ધિકશ્રમ સાથે વિહારાદિકના ' તો શારીરિક શ્રમો અને અનેક કષ્ટો શું નથી ઉઠાવતા? આ બધું વિચારાશે તો “સારા સંતો માટે સંસ્કૃતિઘાતક કાયદા, કાનૂનો કે અંકુશોનો વિચાર કરવો, એ પણ પાપ છે.” એમ સમજાશે.
પ્રસંગવશ આટલું કહેવાનું મન થયું, એટલે દીર્ઘતાનો દોષ સેવીને પણ કહ્યું જૈન શ્રમણ સંસ્કૃતિના વારસદારો :
અધ્યાત્મલક્ષી ભારતીય સંસ્કૃતિઓમાં મુગટમણિરામી જેને શ્રમણ સંસ્કૃતિના વારસદારો પર ભૂતકાળમાં નિઃસ્પૃહ અને નિઃસ્વાર્થભાવે ઉગ્રવિહારી, કઠોર પરિષહો વેઠીને ભૂખતરસની ખેવના આ
રાખ્યા વિના, કઠોર નિયમોનું પાલન કરીને, કોઈને પણ તકલીફ આપ્યા વિના, શીતોષ્ણ ઋતુના , છે. શીતોષ્ણ પરિષદો સહીને શ્રી ગોચરવૃત્તિ દ્વારા સંયમોપયોગી લખું કે સુકું જે મળે તેનાથી તે 3 ઉદરપૂર્તિ કરીને, સ્ત્રીસંગનો સર્વથા ત્યાગ કરીને, (આર્ય સાધ્વીજીઓ માટે પુરુષસંગનો) કે
જીવસ્વરૂપ ગણાતા પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને વનસ્પતિ તથા ત્રસજીવોની હિંસાને વર્જીને, કાર ભારતના ખૂણે ખૂણે વિચરીને, અહિંસા-તપ-સત્ય-સદાચાર અને સ્યાદ્વાદ-અનેકાન્તવાદનો સંદેશો આપી ભારતીય જેન–અજેન પ્રજાને ધર્મોન્મુખ બનાવી, ત્યાગ-વેરાગ્યના રંગે રંગતા અને હતા, જનતાને હિંસા, જુઠ, ચોરી, છિનારી, અનીતિ, અન્યાય અને પાપના માર્ગેથી પાછી વાળતા હતા.
વર્તમાનકાળના ભારતના ભૂષણસમા જૈન શ્રમણો, એ જ માર્ગને અવિચ્છિન્ન ટકાવી રહ્યા છે. પ્રજા ભૌતિકવાદના બાહ્ય ચળકાટ કે આકર્ષણોમાં અંજાઈને કે મોહમુગ્ધ બનીને ચૈતન્યવાદઆત્મવાદ કે અધ્યાત્મવાદને ભૂલી ન જાય એટલા માટે સ્થળે સ્થળે ઘૂમીને મૈત્રીભાવ, દયા, કરુણા, શાંતિ, સાચી ઉન્નતિ અને આત્મિક આઝાદીનો સાચો રાહ દીવાદાંડીની જેમ બતાવી રહેલા છે. અન્તિમ શુભેચ્છા :
અત્તિમ શુભેચ્છા એ કે, પૂજનીય અને વંદનીય, જૈન શ્રમણો પોતાનું વિહારક્ષેત્ર વધારતા રહે, પોતાના ઉપદેશનાં ક્ષેત્રને વ્યાપક બનાવતા રહે, પોતાનાં શ્રમણત્વનું તેજ અને ગૌરવ વધારતાં રહે, જેથી જૈન શ્રમણોનું સ્થાન ઉત્તરોત્તર ઉન્નત થતું રહે. આ પ્રક્રિયા અવિરત ચાલુ છે રહેશે તો તે વિશ્વના અશાંત અશુભ તત્ત્વોને ખાળવામાં પોતાનો અદ્ભુત ફાળો નોંધાવી શકશે. શાસનદેવ આપણને સહુને એ બળ આપે.
વિ. સં. ૨૦૧૭, વૈ. સુદ-૧૫, પરમપૂજ્ય આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરાનેવાસી છે. ૨૧, રીલરોડ, વાલકેશ્વર, મુંબઈ-૬
મુનિ યશોવિજય Indian His [ ૧૮૯ ] aaaaaaaaa