________________
તે માન્યતાઓ પણ આજે ખોરંભે પડી ગઈ છે એટલે, પરંતુ પરદેશી વૈજ્ઞાનિકોની માન્યતા આપણા
દેશમાં શાસન કરી રહેલાં પરદેશી શાસકોએ ભૂગોળ-ખગોળનાં પુસ્તકોમાં આ માન્યતાઓ : 3 દાખલ કરી દીધી અને હજારો છોકરાંઓ ભણવા માંડયા એટલે અમારા મહાનુભાવોને ધરખમ 2 - ચિંતા થઈ કે ભૂગોળ-ખગોળની પરદેશી માન્યતા શીખીને આપણી જૈનધર્મની માન્યતા હાંસીને
પાત્ર બનશે. આપણાં શાસ્ત્રો પ્રત્યે અશ્રદ્ધાળુ બની જશે એટલે પ્રસ્તુત મહાનુભાવોએ જૈનધર્મની - સાચી માન્યતા રજૂ કરી. પરદેશી માન્યતા ખોટી છે અને ભારતીય સંસ્કૃતિ કે આર્યસંસ્કૃતિને ધક્કો પહોંચાડવા માટેનો એમનો ફૂટ અને માયાવી પ્રયત્ન છે એવું તેઓએ પોતાના તરફથી પ્રગટ થતાં લેખો અને પુસ્તકોમાં જણાવ્યું છે.
પ્રશ્ન-શું પરદેશીઓ આવું કરે ખરા?
ઉત્તર–કરવું હોય તો ઘણું બધું કરી શકે છે, પણ ગેલેલિયોની માન્યતા આપણી સામે હતી એ કહેવું ન્યાયી નથી. બાકી ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને સિદ્ધાન્ત તેમજ શ્રદ્ધાનાં મૂળ as એટલાં ઊંડાં છે કે હજારો વિરોધી પ્રયત્નોથી પણ તે ખતમ થઈ શકે તેમ નથી.
પ્રશ્ન–શું પરદેશી માન્યતાઓ જાણીને આપણો જૈન વિદ્યાર્થીવર્ગ જૈનશાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાથી વિચલિત થઈ જાય ખરો?
ઉત્તર-આનો જવાબ ટૂંકાણથી આપી શકાય તેમ નથી અને વિસ્તારથી લખવાની અહીં તે જગ્યા નથી. બાકી આપણા વિદ્યાર્થીઓને ભૂગોળ-ખગોળમાં કેટલો રસ હોય છે તે સર્વે થાય કે ત્યારે ખબર પડે. પરીક્ષા પૂરતું ભણે છે, મોઢે કરે છે બાકી વિશેષ રસ નથી. સ્કૂલની અંદર
ભૂગોળ-ખગોળનો સબજેટ (Subject) એમના માટે મહત્ત્વનો નથી હોતો, છતાં અમુક ટકા નીકળે. બાકી હું પ્રશ્ન એ કરૂં કે આજના વિદ્યાર્થીઓ પરલોકને માને છે ખરા? મોક્ષને માને છે ખરા? દેવલોકને માને છે ખરા? નરકને માને છે ખરા? કર્મસત્તાને માને છે ખરા? આજે તો
આત્મા છે, તે શાશ્વત છે, પરલોક, મોક્ષ, દેવલોક, નરક અને કર્મસત્તા આવી બધી બાબતો ૨ ઉપર વિદ્યાર્થીઓને શ્રદ્ધા કેમ થાય એની ચિન્તા કરવાની વધુ અને ખૂબ જરૂર છે.
લેખાંક-૮
જૈનધર્મમાં દેશ અને કાળના અંતિમમાં અંતિમ વિભાગો જણાવ્યા છે. તેમાં કાળનું સર્વ અંતિમ એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ માન સમયનું છે. સમય પછી તેનાથી પણ સૂક્ષ્મ કોઇ કાળ છે કે નહિ. એ પ્રમાણે દેશ એટલે કોઇપણ પદાર્થનું અંતિમ પ્રમાણ. ત્યારે પદાર્થનો અંતિમ અણુ જેના કા આ પછી બે ભાગ થઈ શકે તેવા ભાગને પરમાણુ કહેવાય છે. પરમાણુ પછી કોઈ પ્રમાણ બાકી છે રહેતું નથી. જૈનધર્મના તમામ તત્ત્વજ્ઞાનની ઇમારત પાયામાંથી લઈને ટોચ સુધીની બાબતોમાં સમય અને પરમાણુ વ્યાપક રીતે રહેલાં છે. :: ::::::::: [૧૧૭] E============ ==ces