________________
(
5
ત
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
હધિમંડલdોટાની પ્રસ્તાવના
રોડ
વિ. સં. ૨૦૧૨
ઇ.સદ્. ૧૯૫૬
जयन्तु जिनवराः
સંપાદકીય નિવેદન
પ્રથમવૃત્તિમાંથી ઉદ્ભૂત મહાપ્રભાવક શ્રી ઋષિમંડનસ્તોત્રની આરાધના, ઉપાસના કે સાધના શ્વેતામ્બર તેમજ રે દિગમ્બર બંને સંપ્રદાયોમાં વિશાળ પ્રમાણમાં થતી જોવાય છે. દિગમ્બર સમાજમાં તો તેનાં પૂજન-અર્ચનનો સારા પ્રમાણમાં પ્રચાર છે. એ વાત નિશ્ચિત છે કે આનો પ્રચાર જૈન સંઘમાં ઘણા લાંબા કાળથી ચાલ્યો આવે છે. આનો ઉપાસક વર્ગ ચતુર્વિધ શ્રી સંધ = છે અને એથી જ એને લગતું હસ્તલિખિત-મુદ્રિત બંને પ્રકારનું સાહિત્ય પ્રાયઃ તમામ જ્ઞાનભંડારો અને નાનામોટા અંગત સંગ્રહોમાં પણ ઉપલબ્ધ થાય છે. નવા નવા છપાતા સ્વાધ્યાય-સ્તોત્રસંગ્રહો અને નવસ્મરણાદિકની પુસ્તિકાઓમાં પણ આ સ્તોત્રને સ્થાન ન મળે એવું ભાગ્યેજ બને. આ જોતાં જૈન સંઘમાં તેનો સમાદર વિપુલ પ્રમાણમાં છે તે નિઃશંક બીના છે. લઘુ અને બૃહદ્ બંને સ્તોત્ર એક જ કર્તાની કૃતિ છે?
આ સ્તોત્રની હસ્તપ્રતિઓ ગાથાભેદને અંગે અનેક સંખ્યાવાળી પ્રાપ્ત થાય છે. આ એક સંખ્યાબેદ વાસ્તવિક છે કે પાછળથી ઊભો થયો છે? મૂલ કર્તાએ જ બંને પ્રકારની આ cs રચના કરી હતી કે કેમ? અથવા મૂલ કર્તાએ પ્રથમ બૃહદ્ ઋષિમંડલ રચેલું કે લઘુ? SS
૨AR