________________
છે કે કાલધર્મની તિથિનો. પંચાંગો છાપનારે હવેથી એ તિથિને “સ્મૃતિદિન' તરીકે ઓળખાવવા છે
ધ્યાન આપવું જરૂરી છે. | મૌન એકાદશી એ આરાધનાનો એવો પર્વ દિવસ છે કે તે દિવસે વ્યાખ્યાનમાં સહેજે શિ છે. મૌન એકાદશીનું માહાત્મય કહેવાનું હોય, બપોરના દેવવંદનાદિકની પ્રવૃત્તિઓ હોય, આમ છે ક્રિયાન્તર મુશ્કેલીના અંગે તેઓશ્રીના ગુણાનુવાદની ઉજવણી બરાબર થઈ શકવી મુશ્કેલ રહે છે છે; એટલે જ્યાં સુધી તેમની ચોક્કસ તિથિ સત્તાવાર રીતે મળી ન આવે અથવા જૈન સંઘ
તેમની ઉજવણી માટે કોઈ સાનુકૂળ દિવસ નક્કી ન કરે ત્યાં સુધી મૌન એકાદશીના દિવસે જ છે જ એકાદ કલાક પણ તેઓશ્રીના ગુણાનુવાદ કરી તેમના “સ્મૃતિદિન' તરીકે ઉજવણી થાય તે
સમુચિત છે.
കുക്ക ർക്ക് കുക്കു കുക്ഷിക്കുക
જૈન પરંપરામાં બહુધા બનતું આવ્યું છે કે મહાન આધ્યાત્મિક ત્યાગી પુરૂષો પોતાના છે જીવનની નોંધો આપતા નથી એટલે સીધી રીતે તેમની નોંધો મળી શકતી નથી, વળી તપાસ
કરતાં સાલ-તિથિ કદાચ મેળવી શકાય તેવાં અન્ય સાધનો પણ પ્રાપ્ય થઈ શક્યાં નથી. છતાં છે. કેટલીકવાર વિદ્વાન સંશોધકો સંશોધનના અન્ય અંગો દ્વારા ચોક્કસ નિર્ણય કરવામાં સફળતા છે મેળવે પણ છે માટે સંશોધકોને આ દિશામાં સક્રિય પ્રયત્ન કરવા વિનમ્ર અનુરોધ છે.
જોડણી દરેક લેખકની જે હતી તે જ રાખી છે.
શાંત સ્વભાવી, વિદ્વાન મુનિરાજ શ્રીમાનું ભદ્રંકરવિજયજી મહારાજે આ પુસ્તિકાના છે. પ્રકાશનમાં સંપૂર્ણ આર્થિક સહાય કરાવરાવી છે, તેથી તેઓશ્રી ખરેખર અભિનંદનીય છે. મારા છે. બીજા વિદ્વાન મિત્ર ધર્મશ્રદ્ધાળુ પં. શ્રીમાનું લાલચંદ-ભ૦ ગાંધીએ આપેલા સહકારને પણ કેમ , છે જ ભૂલાય!
ભવિષ્યમાં ઉપાધ્યાયજીનું સંશોધિત, આદર્શ અને પ્રમાણભૂત જીવન તેમજ કવન, તથા તે છે છે. ઉપરાંત તેઓશ્રીના ગ્રંથો ઉપરની વિશદ સમીક્ષા વગેરે સાહિત્ય, વિદ્વાનોના સહકારથી તૈયાર
થાય એવી આશા રાખું છું અને પ્રાન્ત સહુના સહકારથી એ આશા સફળ નીવડે તે શાસનદેવને પ્રાર્થના કરું છું.
દૃષ્ટિ કે પ્રેસદોષની ક્ષતિ માટે ક્ષમા.
વિ. સં. ૨૦૦૬ છે. કોઠીપોળ, જૈન ઉપાશ્રય,
યશોવિજય મુ. વડોદરા