________________
( પ્રસ્તાવના )
| સર્વભૂત દયા સર્વ પ્રાણીઓને વિષે દયા અહિંસા ભાવ એ જૈનધર્મનો સનાતન સિદ્ધાન્ત કે છે, એમાં કેવલ માનવ દયાને જ સ્થાન નથી, એમાં માનવ દયા જેટલું જ સ્થાન પશુ, પક્ષી, ર
કે શુદ્ર જંતુઓ માટે રહેલું છે. અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ પશુ કે આ * પક્ષી ચૈતન્ય ધરાવતા નાના કે મોટા, સ્થિર કે ચર સર્વ કોઈ ભૂતાત્માઓ પ્રત્યે મનસા, વાચા, આ
અને કર્મથી સમભાવ રાખવાનું અને તેના સુખ દુઃખમાં તાદામ્ય સાધવાનું શીખવાડે છે, અને તે > એ સંબોધે છે કે, એનો અમલ જ વિશ્વની સર્વતોમુખી સુખ શાંતિને જન્મ આપી શકે તેમ ? શું છે અને એ એક હજારો નહિ બલ્ક લાખો વર્ષથી આર્ષ મહાપુરૂષોએ અનુભૂત કરેલો, સદા છે નવ યોવન રહેવા સર્જાએલો અટલ સિદ્ધાન્ત છે અને ભારતના મહાઆર્યોએ સર્વોદયના પાયા ! * રૂપે સ્થળે સ્થળે જાહેર કરેલું ઝળકતું સુવિખ્યાત તત્ત્વ છે.
| સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાન દૃષ્ટિ સમાન વર્તાવનો એ ઉદાત્ત સિદ્ધાન્ત જૈનધર્મના જ * અનુયાયીઓને હંમેશા ચુસ્તપણે પાળવાનો હોય છે અને સાચા જેનો તે ફરમાનને અમલમાં
મૂકવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. જેન કુળોમાંના બાળકોને કીડી, મંકોડી, જૂ, માંકડ તથા અન્ય શુદ્ર જંતુઓને મારવાથી પાપ લાગે આવો પાયાનો સંસ્કાર તેમના વડીલ વર્ગ તરફથી તે ગળથુથીમાંથી જ મળે છે, પરિણામે બાલ્યકાળથી જ ભવિષ્યના એ ધાર્મિકી સમાજના આગેવાનો તે અને દેશના નાગરિકોમાં અંતર્ગત સમાનતાની સર્વ પ્રત્યેના મૈત્રી ભાવની સર્વ પ્રાણીની દયાની નું
સર્વ કલ્યાણકર સંસ્કારની, એક એવી જ્યોત જલતી થઈ જાય છે કે મારા સુખ કે સ્વાર્થ * ખાતર મારે બીજા જીવોને ન મારવા, ન પીડવા કે ન સંતાપવા અર્થાત્ અન્યને દુઃખ થાય તેવું વર્તન, મારે કદી ન કરવું, આવી ઉચ્ચભાવના પેદા થાય છે અને તેઓ
આત્મનઃ પ્રતિકૂલાનિ પરેષાં ન સમાચરે” આર્ય સંસ્કૃતિના આ મહાન આ દેશના સાચા ઉપાસકો બની જાય છે, પરિણામે પ્રત્યેક વ્યક્તિ એવી શાંતિવાંછું બની જાય છે કે તે ઘરઘર વચ્ચે, સમાજ વચ્ચે કે રાષ્ટ્ર વચ્ચે પ્રાય: ઝગડાને કારણ નથી રહેતી. અને જ્યાં વ્યક્તિમાં શાંતિ આવી પછી સમાજ કે રાષ્ટ્રમાં અશાંતિ ટકે જ કયાંથી? કારણ કે વ્યક્તિ એ સમાજ કે દેશનું જ અંગ છે, વ્યક્તિ સુધરી એટલે દેશ સુધર્યો જ છે.
પણ અહીં સખેદ નોધ લેવી પડે છે કે આજની દેશની સહુના પાપોદયે ઊભી થએલી * વિષમ ને ભીષણ પરિસ્થિતિમાં પોતાના કુટુંબ સાથે, સમાજ સાથે કે પોતાના દેશ બાંધવો સાથે * એક જૈન તરીકે જે જાતનો છાજતો વર્તાવ રાખવો જોઈએ, તે રાખવામાં જૈનોનો કેટલોક ભાગ નિષ્ફળ નિવડ્યો છે, અને પોતાના ઉદાત્ત સિદ્ધાન્તને બિન વફાદાર થવાથી પરિણામે પોતાની રે સુખ ને શાન્તિ પણ ગુમાવી બેઠો ય છે, હજુપણ ચેતાય તો સારું!
*
ત્ર ૧૩૯ ]
#