________________
***************************
આવા ગહન પ્રકરણનું ભાષાંતર દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગના તેમજ અનેક પ્રકરણોનું સંગીન શિક્ષણ મેળવી શકે તેવી રીતે વિવેચન ગુજરાતી ભાષામાં કરવું તે કાર્ય સહેલું નથી, ફક્ત સંગીન અભ્યાસીઓ કે વિદ્વાનો માટે જ તે સરલ છે.
**********************
આ ગ્રંથનું વિવેચન મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજે કરેલું છે કે જેઓશ્રી આચાર્ય શ્રીમદ્ વિજય મોહનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આ. શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજ મહારાજના શિષ્ય પંન્યાસશ્રી ધર્મવિજયજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન છે. તેઓએ માત્ર સુધારે વીશપચ્ચીસ વર્ષ જેટલી લઘુ વયમાં ભાષાઓનું અને દ્રવ્યાનુયોગ તેમજ પ્રકરણોનું કેવું અને કેટલું સંગીન જ્ઞાન મેળવેલું છે તે આ ગ્રંથ મનનપૂર્વક વાંચનાર અને શિક્ષણ લેનાર સમજી શકે તેમ છે. શ્રીમાન્ વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ વિદ્વાન છે અને તેઓશ્રીનો ઉત્તરોત્તર શિષ્યસમુદાય પણ વિદ્વાન અને સતત અભ્યાસી છે.
આવી રીતે ઉત્તરોત્તર શિષ્ય-પ્રશિષ્ય કે તેના શિષ્યવર્ગમાં સંગીન ધાર્મિક જ્ઞાન ઉપાર્જન કરાવવું અને તૈયાર થયા પછી મળેલ જ્ઞાનરસને પુસ્તકો દ્વારા જૈન સમાજને પીરસવું-પાવું તે જૈન સમાજ માટે અત્યંત ઉપકારક છે.
આ ગ્રંથમાં મૂળ ગાથા-છાયા-ગાથાર્થ-શબ્દાર્થ-વિસ્તરાર્થ અને અનેક સ્થળે અભ્યાસીઓને સરળ પડે તેટલા માટે વિષયને લગતાં અનેક વિવિધરંગી ચિત્રો તથા સંખ્યાબંધ યંત્રો તેમજ વિપુલ સંખ્યામાં ટિપ્પણીઓ, આકૃતિઓ અને છેવટે ભાવાર્થ સહિત મૂળ ગાથાઓ તેમજ સાદી ગુજરાતી ભાષામાં વિસ્તારપૂર્વક ઉપોદ્ઘાત આપવામાં આવેલ છે.
જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન કે પ્રકરણો આદિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મૂળ ગ્રંથોના અનુવાદો આવી રીતે સુંદર શૈલીમાં રચવા માટે અનુવાદક મુનિરાજશ્રીનો જૈન સમાજ ઉપર ઉપકારક પ્રયત્ન છે. અભ્યાસ કરવાના ગ્રંથોને પ્રસિદ્ધ કરવાની આ ઉત્તમશૈલી છે, અને તેવી જ રીતે બીજા અભ્યાસના ગ્રંથો પણ રચાવા જોઇએ.
હવે આપણે આ ગ્રંથમાં શું છે? તે ઉપર આવીએ. આ ગ્રંથમાં મૂળ ગાથાઓ ૩૪૯, રંગબેરંગી ચિત્રો ૭૦ અને યંત્રો ૧૦૩ આપવામાં આવેલ છે. તેમજ વિવિધ રંગના ફોટાઓ મૂકીને ગુરૂભક્તિ પણ સાથે દર્શાવી છે.
આ ગ્રંથનો ઉપોદ્ઘાત ગ્રંથમાં અજવાળું પાડવાને માટે એક દીપક સમાન છે, જે ખાસ વાંચવા યોગ્ય અને મનનીય છે. તે ઉપોદ્ઘાત વિદ્વત્તાપૂર્ણ સુંદર ગુજરાતી ભાષામાં લખાયેલ છે જેથી અનુવાદક મહારાજશ્રી એક સારા લેખક પણ કહી શકાય. સાથે વિષયાનુક્રમ અને ટિપ્પણીઓ પણ આપીને આ ગ્રંથને એક નમૂનારૂપ બનાવ્યો છે.
અને તેમાં આવેલા
આ ગ્રંથનો વિષય મુખ્યત્વે કરીને દ્રવ્યાનુયોગ તેમજ ગણિતાનુયોગ
વિષયો ખાસ કરીને જૈન ખગોળ પણ કહી શકાય. તેમાં ઉદ્દેશરૂપ ૩૬ દ્વારો આપવામાં આવેલા છે.
આ ગ્રંથની વસ્તુ જેમ સુંદર અને ઉત્તમ છે તેમ તેના પ્રકાશનનું કાર્ય એટલે સારા કાગળો, ************** [<] ***************
*******************************************************