________________
*********************************************
**********
*******
************
માહિતી આમાંથી મળી આવે છે, બીજી રીતે કહીએ તો જૈન ભૂગોળ અને વિજ્ઞાનની દૃષ્ટિ આ
ગ્રંથમાંથી મળી રહે છે.
સામાન્ય રીતે કથાનુયોગ તરફ જનતાને જેટલી રૂચિ હોય છે તેટલી રૂચિ આવા ગણિત તત્ત્વના ગ્રંથો તરફ હોતી નથી. એટલે આ ગ્રંથનું મહત્ત્વ બહુ જ ઓછા પ્રમાણમાં જનતા સમજે છે.
બીજી રીતે આ ગ્રંથના વિષયને આધુનિક દૃષ્ટિએ સમજાવવામાં આવે તો આજની વૈજ્ઞાનિક શોધો સાથે સંબંધ ધરાવતા, અને એવી શોધોની પ્રેરણા જન્માવતા ઘણા મહત્વના તાત્ત્વિક સિદ્ધાન્તો આમાં રહેલ છે, ભૌગોલિક દૃષ્ટિએ પણ ઘણા જાણવા જેવા અને આજની ભૌગોલિક શોધખોળમાં નવી જ પ્રેરણા આપતા પ્રસંગો પણ આમાં રહેલા છે. પણ તે જાણવા, વિચારવા અને તેનો યુગદૃષ્ટિએ ઉપયોગ કરવાની તક આપણે લઇ શક્યા નથી. તેનું કારણ આવા સાહિત્ય પરત્વેની આપણી ઉદાસીનતા, અને રોચક શૈલીનો અભાવ છે.
આ ઉદાસીનતા ટાળવા અને વસ્તુને વધુ રોચક, વધુ સરળ, તેમજ વધુ રિસક બનાવવા માટે ભાષાન્તરકારે સારો પ્રયાસ કર્યો છે. જ્યાં જ્યાં વિષયની ગહનતા જણાઇ છે ત્યાં ત્યાં આબેહૂબ ચિત્રો આપી વસ્તુ સરલ કરવામાં આવી છે. જ્યાં જ્યાં તત્ત્વોને આશંક વિજ્ઞાનની દૃષ્ટિએ કે ભૌગોલિક દૃષ્ટિએ ઘટાવવાં જેવું જણાયું ત્યાં ત્યાં સુયોગ્ય રીતે ઘટાવવામાં આવેલ છે, અને જરૂરી વિવેચન પણ સાથોસાથ કરવામાં આવેલ છે.
આ રીતે આ ગ્રન્થ તેના ચાલુ અભ્યાસકોને એક સરલ શિક્ષક રૂપ બન્યો છે, જ્યારે અન્ય વર્ગને જૈનદૃષ્ટિ જાણવા માટે એક ઉપયોગી સામગ્રીરૂપ બન્યો છે.
લેખકે જણાવ્યું છે તેમ, એક વસ્તુ સમાજે વિચારવી જરૂરી છે કે, આપણી પાસે એવું ઘણું સાહિત્ય પડયું છે કે જેના આધારે વિજ્ઞાનને નવો પ્રકાશ મળે, શોધકોને નવી દ્રષ્ટિ મળે, પણ આવા સાહિત્યના ગવેષકોની આજે ખામી છે. આ ખામી દૂર કરવાનો ગંભીર વિચાર આપણે કર્યો નથી. વધુ નહિ તો આજના વિજ્ઞાન તંત્રના બે-ચાર અભ્યાસીઓને આપણા સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરવા, અને તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે બેસાડવામાં આવે તો નવી શોધખોળનો કેટલોક યશ જૈનસમાજને ફાળે નોંધાવી શકાય.
*
*
*
*
*
* પાણી અને વાણી *
પાણીના બેફામ બનેલાં પૂરે ગામોનાં ગામો ડુબાડયા છે તો વાણીના બેકાબૂ પૂરે કુટુંબોના કુટુંબો તારાજ કર્યાં છે. પાણીના પૂરને અટકાવવાનો તો કદાચ વિજ્ઞાન પાસે ઉપાય છે પણ વાણીના બેફામ પૂર ઉપર નિયંત્રણ લાવવા તો વિવેકને શરણે જ જવું પડે.
********* [<]*******
s
***************
****************