________________
*******
******************
***************************** ભગવાન મહાવીરને થયે ૨૫૦૦ વરસ થયાં. તે વખતે આ ધરતીની શું સ્થિતિ હતી તે જાણવા માટે આપણે ત્યાં કોઇ સાધન ઉપલબ્ધ નથી. અધ્યાત્મપ્રધાન જૈનધર્મમાં ભૌતિક કે ઐતિહાસિક બાબતોની અગત્ય ખાસ ન હોવાથી આ ક્ષેત્ર અણસ્પશ્યું હતું એટલે શાસ્ત્રોમાં ભૂગોળ-ખગોળની વાતો થોડી અને સ્થૂલ સ્થૂલ જ મળે છે, જે હોય તે. ભગવાન મહાવીરના સમયમાં આ બંને ધ્રુવો બરફની ચાદરથી અત્યારે જેવા છવાઇ ગયા છે, તેવા તે વખતે હતા કે નહિ? તેનો જવાબ એક જ અપાય કે જૈનશાસ્ત્રોએ પૃથ્વીને સ્થિર માની છે, વળી તેને ગોળ કહી નથી. વિજ્ઞાન જેમ આકાશી ગોળો માને છે તેમ માનતા નથી, એટલે વિજ્ઞાનની માન્યતાઓ સામે મેળ કે તુલના કરવાનું સ્થાન જ નથી. પ્રાચીનકાળમાં આ પૃથ્વીને કેવા આકારની માનતા હતા? તેનો અલ્પ ઇશારો આ સંગ્રહણીની પ્રસ્તાવનામાં ૫૩માં પાનાંમાં કર્યો છે. કરોડો વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર જે ભયંકર ઉથલપાથલ થઇ તે અકલ્પનીય હતી. એ ઉથલપાથલ પછી સમગ્ર પૃથ્વીના ભૂસ્તરોનું સંશોધન કરીને ભૂસ્તરવિજ્ઞાનીઓએ પૃથ્વીનો જે નકશો તૈયાર કર્યો છે તે દેશ-પરદેશની ભૂગોળને લગતો તથા અન્ય માસિકો તેમજ પુસ્તકોમાં છપાઇ ગયો છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ પ્રચંડ અને વ્યાપક સંશોધનને અન્તે જણાવ્યું છે કે ધરતી ઉપર થએલી ભગીરથ ઉથલપાથલ પહેલાં દુનિયાના મોટાભાગના ખંડો, એક બીજાને અડીને રહેલા અને અખંડ હતા. અર્થાત્ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણધ્રુવ ખંડ, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ભરતખંડ અને ગ્રીનલેન્ડ એ બધા એકબીજા સાથે જોડાયેલા હતા, વચ્ચે વચ્ચે ક્યાંક કયાંક નાના નાના સમુદ્રો પણ હતા. આપણા ભરતખંડની દક્ષિણે દક્ષિણધ્રુવ ખંડ અને ઓસ્ટ્રેલિયા હતા. જો કે આજે તો તે બંને હજારો માઇલ દૂર ચાલ્યા ગયા છે. (વચ્ચે સમુદ્રનાં જળ ઘૂસી ગયાં) એ વખતે વચ્ચે વચ્ચે જે સમુદ્રો છે તે ત્યારે ન હતા પણ ત્યાં ધરતી હતી અને પાંચેય ખંડોમાં પગેથી ચાલીને જવાતું હતું. ભૂતકાળના આ ખંડને વૈજ્ઞાનિકોએ ‘ગોંડવાના મહાખંડ' એવું નવું નામ આપ્યું, કાલાંતરે આ ગોંડવાના ખંડમાં પણ અનેક સ્થળે ધરતીકંપો થયા, એટલે ધરતીમાં રહેલા પ્રવાહી લાવારસ ઉપર આ ખંડો સરકતા સરકતા એકબીજાથી છેટા જવા લાગ્યા. પરિણામે ગોંડવાના આ મહાખંડમાં ભંગાણ પડયું. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ વહેતાં થયાં. દેશોની આડાશ જ્યાં જ્યાં દૂર થઇ અને ખાલી જગ્યા થઇ ત્યાં ત્યાં સમુદ્રનાં પાણી ઘૂસી ગયાં અને કાયમ માટે તે જળ સ્થિર થઇ ગયાં. ભારત અને આફ્રિકા ખંડ દૂર દૂર થતા ગયા. બંને વચ્ચે જગ્યા ખાલી પડી ગઇ અને ત્યાં સમુદ્રનાં પાણી પ્રવેશી ગયાં. વૈજ્ઞાનિકો પોતાની ધારણા સાચી છે તેના પુરાવામાં નકશામાં ભારતમાં સૌરાષ્ટ્રનો આકાર અને એની સામે આફ્રિકા દેશની ધરતીનો સૌરાષ્ટ્રના આકાર જેવો કપાએલા ભાગ તરફ ધ્યાન ખેંચે છે, સૌરાષ્ટ્ર જેવો જ ખંડિત ભાગ આફ્રિકાના કિનારે નજરે પડે છે.
વળી ઉપરની વાતના અનુસંધાનમાં આપણા પ્રસ્તુત મહાખંડમાં કેવી કેવી ઉથલપાથલો
૧. ઋષભદેવ ભગવાને અબજોનાં અબજો વર્ષ પૂર્વે અયોધ્યામાં રાજ્ય કર્યું. તે વખતે અયોધ્યા જે સ્થાને હતી તે જ સ્થાને આજે છે ખરી? અનેક દેશો, નગરીઓ પ્રત્યે પણ આવા સવાલો ઉઠે પણ તેનો જવાબ જ્ઞાનીગમ્ય છે.
.. ગોંડ નામની આદિવાસી પ્રજા ઉપરથી આ નામ પાડવામાં આવ્યું હતું.
*******************5
**********
**************************
[ ૧૦૫ ] ********************