________________
***************************
**********************************************
સંગ્રહણી વગેરે ગ્રન્થો સમજવા માટે પાયાની કેટલીક વાતો સમજી લેવી જરૂરી હોઇ તેની વિગતો અહીં આપી છે પાલીતાણા, સાહિત્યમંદિર
તા. ૧-૧-૮૯
નોંધ :-આ વિભાગમાં ઘણી બાબતો સમાવી શકાય છે, પણ એમ કરવા જતાં ઘણાં
પાનાં વધી જાય અને પાઠય ગ્રન્થનું કદ મર્યાદાથી બહાર જાય તે પણ ઠીક નહીં એટલે અહીં છૂટી છવાઈ થોડી થોડી બાબતો વાચકોના ધ્યાન પર મુકું છું. ભૂગોળ-ખગોળ બાબતમાં એક જુદી પુસ્તિકા લખવા વિચાર છે, જેથી વ્યાપક અને વિસ્તૃત જાણકારી આપી શકાય.
સંગ્રહણી ભણનારાઓ માટે પ્રથમ પાયાની કેટલીક બાબતો જાણવી જરૂરી છે. અહીંયા બીજા ગ્રન્થમાં કહેલી ત્રણેક બાબતો રજૂ કરીશ. જૈનધર્મના ત્રિકાલજ્ઞાની સર્વજ્ઞ તીર્થંકરોએ પોતાના જ્ઞાનની સગી આંખોથી નિહાળેલા દૃશ્ય અદૃશ્ય એવા (અન્તમાં ચિત્રરૂપે આપેલા) વિશ્વના આકારને વાચકો ઊંડાણથી લક્ષ્યપૂર્વક બે મિનિટ જોઇ લો, પછી આંખ મીંચીને તેની ધારણા કરી લો, જેથી મોટામાં મોટી એક પ્રાથમિક જરૂરી જાણકારી તમે મેળવી શકશો. તે પછી આ સંગ્રહણીની થોડી જે વાતો જાણવાની છે તે સમજવામાં સરલતા થશે અને આનંદ આવશે.
આ ચિત્ર ચૌદરાજલોકરૂપ જૈન વિશ્વનું છે. આ વિશ્વ નીચેથી ઉપર સુધી કે ઉપરથી નીચે સુધી જૈનધર્મની પરિભાષામાં ચૌદરાજ ઊર્ધ્વ-ઊંચું છે, બાજુનું ચિત્ર એક પુરુષ બે પગ પહોળાં કરીને કેડે હાથ દઇ ટટ્ટાર રીતે સીધો ઊભો હોય એવા પ્રકારે લાગશે. ટોચના ભાગને માથું, તેની નીચે વચમાં પેટ અને તેની નીચે પગ આ રીતે કલ્પના સમાયેલી છે. વિશ્વ ચૌદરાજ પ્રમાણ ઊંચું છે પણ પહોળાઇમાં વિવિધ સ્થળે ભિન્ન ભિન્ન માપવાળું છે. ઠેઠ નીચે પગના ભાગે સાતમી નારકીના તળીયા નીચે (ઊંચાઇથી અડધા ભાગે એટલે) સાતરાજની લંબાઇ પહોળાઇ છે. બરાબર મધ્યમાં કમ્મર પાસે માત્ર એક રાજની છે, જ્યાં મનુષ્યલોક પથરાયેલો છે. તેથી ઉપર વધીએ તો કોણી પાસે પાંચ રાજ, અને તેથી આગળ વધીને લોકની ટોચે પહોંચીએ તો એક રાજ પ્રમાણ લંબાઇ પહોળાઇ છે.
માત્ર સન્મુખની ન સમજવી, પણ ચારે બાજુએ સરખી
ચૌદરાજના માપની વાત કરી તે
હોય છે. લોક સંયિ સોગો (લો. ના. ૨૮)ના આધારે ગોળાકારે છે.
*
એક રાજ એટલે કેટલું માપ સમજવું? તો એક રાજ એટલે અસંખ્ય અબજોના અબજો
માઇલો સમજવા. કલ્પના કરો કે એ સંખ્યા ચૌદરાજે કયાં પહોંચે ?
*******************************************************
આ વિશ્વ બે વિભાગમાં વિભક્ત છે. તેના એક ભાગને લોક કહેવામાં આવે છે અને બીજા ભાગને અલોક કહેવામાં આવે છે. એ લોક આકાશમાં અદ્ધર રહેલો છે. આપણે જે ધરતી ઉપર રહીએ છીએ તે ધરતી ચૌદરાજલોકના મધ્યભાગે છે. અડધો ભાગ (આપણી
************** [૫૮] *****************