________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
છે ૩૩ ll
ચન્દ્ર, તથા હવે બતાવાતા દોષો પણ પ્રતિલેખનામાં ન કરવા જોઈએ.
ઓશનિયુક્તિ-૨૬૮ઃ ટીકાર્થ: (૧) પ્રશિથિલ એટલે વસ્ત્ર દૃઢ રીતે ન પકડાયું હોય તે. (૨) પ્રલંબ એટલે લટકતા છેડાવાળું ગ્રહણ કરાયું હોય. (એક છેડેથી ગ્રહણ કરાયેલું હોય, આવી રીતે પકડેલું હોવાથી તે વસ્ત્રનો છેડો લટકે. (૩) લોલ: વસ્ત્ર ભૂમિ ઉપર આળોટે, ઘસાયા કરે. અથવા તો પ્રતિલેખન કરતો સાધુ વસ્ત્રને હાથ ઉપર વારંવાર આળોટાવે, ફેરવ્યા કરે,
લટકતું ઘસાતું કરે... (૪) એકામર્શ એટલે હાથો વડે વસ્ત્રને મધ્યભાગમાં પકડીને વસ્ત્રને ઘસતો, આગળ લઈ જતો ત્યાં સુધી , જ લઈ જાય કે તેનો ત્રીજો ભાગ બાકી રહે. (દા.ત. ૬૦ સે.મી. લાંબુ વસ્ત્ર હોય તો જો પદ્ધતિસર પ્રતિલેખન કરે તો ૨૦મુ ૨૦ સે.મી.ના ત્રણ ભાગ ક્રમશઃ જોવાના થાય. એને બદલે આ સાધુ એક તો બરાબર વચ્ચેથી ૩૦ સે.મી.ના ભાગથી જ
વસ્ત્રને ઉંચકે, અને પછી એને જોતો જાય પણ એક માત્ર ૧૦ સે.મી.નો નાનકડો ભાગ જુએ, ૨૦ સેમી જેટલો જે ત્રીજો ભાગ | | બાકી હોય તેને બિલકુલ જોયા વિના વસ્ત્ર પાછું મુકી દે. આમ ૬૦ સે.મી.ના વસ્ત્રમાં માત્ર ૩૦ થી ૪૦ સે.મી.નો જે ભાગ હોય તેનું જ પ્રતિલેખન થાય, એ સિવાય ૧ થી ૩૦ સે.મી. અને ૪૧ થી ૬૦ સે.મી.નું પ્રતિલેખન બિલકુલ ન થાય... આ એક માત્ર દષ્ટાન્ત છે. આ રીતે વસ્ત્રમાં જો ૫,૧૦,૧૫ કે ૨૦ સે.મી. ભાગ જોવાનો રહી જાય તો પણ તે આમાં ગણી શકાય.)
અથવા તો વસ્ત્રને બેય છેડા વડે પકડે તે પણ આ દોષ કહેવાય. (પલા વગેરે વસ્ત્રો ઘણા મોટા ન હોવાથી સાધુઓ એના બે બાજુના બે છેડા પકડી એકી સાથે આખું વસ્ત્ર જોઈ લે, ત્રણ ભાગ કરીને ક્રમશઃ જોવાની વિધિ ન જાળવે એ આ
F
S
S
I ૩૩ ..
«
E
1