________________
ચાવીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩
જ્ઞાનવાળા ચારિત્રનું નિરૂપણ કરે છે તેથી તેની તા તાકાતનો પાર નથી. આખા ભારે અંગમાં ચારિત્રના સ્થાન ઉપર જોર આપ્યું છે. જેવા ચારિત્રના આચારા બાર અ ંગામાં બતાવ્યા તેવા સમ્યગ્દર્શનના અધિકાર બાર અંગમાં લાવા ? સવારથી સાંજ સુધીની ક્રિયા મળી રહે છે. સમ્યક્ત્વની કરણી, જ્ઞાન કેમ ભણાવવું તેમાનુ કાંઈ છે ? સભ્યચારિત્રને માટે જેટલી મહેનત કરવામાં આવી તેટલી સમ્યગ્દર્શન, કે જ્ઞાનતી નથી. અગિયાર અંગને ચરણકરણાનુયોગમાં લઇએ છીએ. ચરણુકરણ ઉપર તત્ત્વ છે. ચરણકરણમાં આવેલેા આત્માનુ ં સાધી શકે.
મારે અંગ એ તેા સાધુનુ ખાતુ
શ્રાવકની રકમ ચોપડામાં કયાં છે તે કાઢ? શ્રાવકની અહોરાત્ર ચર્ચા, પની ચર્ચા લખી હોય તે તે કાઢ? યજ્ઞદત્તના ચોપડામાં દેવદત્તની રક્રમ કયાંથી લેવા જાય ! જયાં ચેાપડા જ બીજો છે. શ્રાવકે પ્રતિમા ભરાવી, શ્રાવકે પાણી ગાળ્યું એવું અગિયાર અંગમાં કાઢીશ ? લાકડાં પૂજ્યાં એવું નીકળે છે ? શ્રાવકનુ ખાતું નથી, તે પારકા ખાતામાં તારી રકમ લેવા શી રીતે માગે છે ? અગિયાર અંગ એ સાધુનું ખાતું એમાં શ્રાવકની રકમ નીકળે કયાંથી? ઉપાસકદશાંગમાં અહારાત્રચર્ચા, પચર્યા કાંઈ નથી. વગર ખાતે રકમ કઢાવવી છે? સાધુના આચારને 'ગે અગિયાર અગાની રચના કરવામાં આવી છે.
બાહ્ય આચાર એ તેા અંદરના આચારની પરિણિતનુ અનુસધાન કરાવનાર
ચારિત્ર લે પછી વધવા માટે અગિયાર અંગ. અંગનું નામ ચરણકરણાનુયોગમાં રાખ્યું છે. આચારની મુખ્યતાને અંગે બાહ્ય આચાર પણ સમ્યગ્જ્ઞાનદર્શનથી વધી જવાવાળા કાટિ છે, તેથી પહેલાં આચારનું વર્ણન. અવિરતિસમ્યગ્દષ્ટિને બીજો વંદન કરે તો વિરાધક, દ્રવ્ય વૈષધારી હોય, ખબર ન હોય ત્યાં સુધી વઘ્ન કરે તો આરાધક.