________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન તેથી. અજ્ઞાનને વમને જીવો જ્ઞાનને પામ્યા છે. કેઈ જેવો મિથ્યાત્વને વમીને સમ્યગ્દર્શન પામેલા છે છતાં પણ સમ્યક્યારિત્રની ઉત્પત્તિ ન હોવાથી તે દેશનાને નિષ્ફળ ગણી. તે નિફળ દેશનામાં દેવતાઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પામ્યા છે.
આમાનું ઘર આચાર આચારના બંદોબસ્તની પહેલી જરૂર. આચાર ઉપર તીર્થ, આચાર ઉપર સફળતા. આચાર ઉપર જ શાસન છે તેથી પહેલાં આચારની જરૂર. આચાર એ મુખ્યતાએ આત્માથી થાય છે. હંમેશાં નકલી માલ બાજે હોય પણ એનું સ્થાન ગણાય કારખાનું. આચાર આત્માનું ઘર છે. પરિણતિવાળું આચરણ આત્માના ઘરનું. પરિણતિ વગરનું ચારિત્ર નકલી. દેશવિરતિવાળા મનુષ્યોની શ્રમણોપાસક વર્ગમાં ગણતરી થાય
દ્રવ્ય-ચારિત્રમાં આચાર જેટલી તાકાત
હવે મૂળવાત પર આવો. આચાર ઉપર તીર્થને આધાર, પ્રવર્તવું, ટકવું અને વ્યપદેશ. તેને અંગે આચારાંગમાં આચારની વ્યાખ્યા કરી. કુદરતી રીતે-આત્માના ગુણની અપેક્ષાએ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શનની અધિકતા છે તેને ગૌણ કરવા માગતા નથી, પણ દ્રવ્ય–ચારિત્રની કિંમત તેના કરતાં વધારે છે. ચોથે રહેલ કે દેશવિરતિવાળો અચુત સુધી, જ્યારે એકલો ચારિત્રવાળો નવ ગ્રેવેયક સુધી. સમ્યગ્દર્શને જે કામ ન કર્યું તે દ્રવ્ય-આચારે કર્યું. બાર દેવલોકથી આગળ લઈ જવાની તાકાત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનમાં નહીં, પણ એકલા દ્રવ્યચારિત્રમાં તે તાકાત. એ ચારિત્ર જે સમ્યગ્દર્શન, સમ્ય
જ્ઞાનની જોડે હોત તે એ ચારિત્ર કાંઈ ઓર જ કામ કરત. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન જે હદ ન આપે તે હદ દ્રવ્ય-ચારિત્ર આપે છે. આચારમાં એટલી બધી તાકાત છે કે જે સમ્યજ્ઞાનમાં, સમ્યગ્દર્શનમાં નથી તે તાકાત દ્રવ્ય-ચારિત્રમાં છે. ગણધર મહારાજા સમ્યગ્દર્શન