________________
प्रमेाऽत्थु ण भगवओ सुहम्मसामिस्स
શ્રીસ્થાનાંગસૂત્ર (સ્થાન ૫, ઉપદેશક ૧)
ભાગ ૨
– દેશનાકાર – આગદ્ધારક આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી
વ્યાખ્યાન ૨૪
આચાર અને તીથની ગતિ એક જ ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવન ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષ માર્ગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પહેલાં પૂર્વોની રચના કરી. પૂર્વેની રચના કર્યા છતાં સ્થાપનાની વખતે પહેલાં આચારાંગને સ્થાન આપ્યું. આચાર ઉપર જ તીર્થને આધાર. આચારની પ્રવૃત્તિ ચાલે ત્યાં સુધી તીર્થનું ચાલવું. આચારની પ્રવૃત્તિ રેખાય ત્યારે તીર્થનું બંધ થવું. જે ગતિમાં આચાર તે જ ગતિમાં તીર્થ. ૫
આચાર નહિ તો તીર્થ પણ નહિ નારકીમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન છે. તિર્યંચની ગતિમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન ને દેશવિરતિનાં વ્રત છે તે પણ શાસન નહિ, કારણ? મોક્ષનો માર્ગ નથી. જ્યાં સુધી ચારિત્ર ન હોય ત્યાં સુધી મોક્ષમાર્ગ થયો ગણાય નહિ. આચાર શરૂ રહે ત્યાં સુધી તીર્થ આચાર બંધ થાય એટલે તીર્થ બંધ.
એમ કેમ બન્યું? મહાવીર મહારાજની પહેલી દેશના નિષ્ફળ ગણું. શાથી? સર્વ વિરતિના પરિણામ કોઈને ન થયા, તીર્થની સ્થાપના ન થઈ શકી