________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ
ઇંદ્ર શિરોમણિ છે, તારાઓમાં ચંદ્ર, ન્યાયવાનું પુરુષોમાં રામ, રૂપવંતોમાં કામદેવ, રૂપવતી સ્ત્રીઓમાં રંભા, હાથીઓમાં ઐરાવત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, નૃત્યકળામાં મયૂર, તેજસ્વીમાં સૂર્ય, સાહસિકોમાં રાવણ, સતીઓમાં રાજીમતી, વનમાં નંદનવન, કાઇમાં ચંદન, પુષ્પોમાં કમલ, તીર્થોમાં શત્રુંજય, ગુણોમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મંત્રોમાં શ્રી નવકાર, બુદ્ધિમંતોમાં અભયકુમાર, અને ઔષધોમાં અમૃત શિરોમણિપણાને ધારણ કરે છે; તેમ કલ્પસૂત્ર સઘળાં શાસ્ત્રોમાં શિરોમણિ છે.
"नाऽर्हत: परमो देवो, न मुक्तेः परमं पदम् । न श्रीश@जयात्तीर्थं, श्रीकल्पाद् न परं श्रुतम्” ॥१॥
અરિહંત પ્રભુથી બીજો પરમ દેવ નથી, મુક્તિથી બીજું પરમ પદ નથી, શ્રી શત્રુંજયથી બીજું પરમતીર્થ નથી, અને શ્રીકલ્પસૂત્રથી બીજું કોઈ ઉત્તમ શાસ્ત્ર નથી'.
આ કલ્પસૂત્ર સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. તેમાં વીરપ્રભુનું ચરિત્ર બીજરૂપે છે, પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર | અંકુરારૂપ છે, નેમિનાથપ્રભુનું ચરિત્ર થડ રૂપ છે, ઋષભદેવ પ્રભુનું ચરિત્ર ડાળીઓરૂપ છે, વિરાવલી પુષ્પો રૂપ છે, સમાચારીનું જ્ઞાન એ સુગંધ છે, અને મોક્ષપ્રાપ્તિ રૂપ ફળ છે,
આ કલ્પસૂત્ર વાંચવાથી, વાંચનારને સહાય દેવાથી, કલ્પસૂત્રના સઘળા અક્ષરો સાંભળવાથી તથા વિધિપૂર્વક તેનું આરાધન કરવાથી તે આઠ ભવની અંદર મોક્ષ દેનારું થાય છે. વીરપ્રભુ ગૌતમસ્વામીને કહે
જ
For Private and Personal Use Only