________________
ગ' શબ્દથી પ્રસ્તુતમાં મેક્ષ સાથે જોડી આપનાર શુભ પ્રવૃત્તિ અને તેમાં પ્રેરક આત્મશક્તિ (વીર્ય શક્તિ) વિવક્ષિત છે.
ધ્યાન દશામાં સ્થિરતા-નિશ્ચલતા લાવનાર આ વીર્ય શક્તિ છે. આત્માની આ વીર્યશક્તિ જેમ જેમ પ્રબળ બને છે, તેમ તેમ ધ્યાનમાં નિશ્ચલતા વધવાથી કર્મોની નિજેરા, આત્માની શુદ્ધિ વિશેષ પ્રમાણમાં થાય છે.
યોગ, વીર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય–ગના આ પર્યાયવાચી આઠ નામો દ્વારા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી આત્માની વીર્ય શક્તિનો જ અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણની જેમ વીર્ય પણ આત્માને મુખ્ય ગુણ છે.
જ્ઞાન અને દર્શન સ્વ-પર વસ્તુને પ્રકાશિત કરે છે, કર્મને ક્ષય અને ક્ષાપશમ કઈ રીતે કરે તેની સમજ આપે છે, પણ કમનો ક્ષય અને ક્ષયોપશમનું કાર્ય વીર્ય. શક્તિ દ્વારા થાય છે.
આત્મામાં ઉદભવતી ક્રિયાશક્તિ એ વીર્ય ગુણને આભારી છે. અહિંસા, સંયમ અને તપ અનુષ્ઠાનરૂપ ક્રિયાઓમાં પ્રેરક શક્તિ વીર્ય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચાર-આ ચારે આચારના આસેવનથી વીર્યચારનું પાલન પણ
અવશ્ય થઈ જાય છે. હકીકતમાં જ્ઞાનાદિ આચારોનું અપ્રમત્તભાવે પાલન એ જ વિચાર છે.
કહ્યું પણ છે –
સંયમ અને તપોમય ક્રિયા દ્વારા સંવર અને નિર્જરા સિદ્ધ થાય છે, એકલા જ્ઞાનથી નહિ.” માટે જ શ્રી જિનદર્શનમાં જ્ઞાન અને ક્રિયા બંનેના સુભગ સમન્વયને જ મેક્ષનું કારણ કહ્યું છે.
આ ગ્રન્થમાં કરણગ અને ભવનગના અધિકારમાં નિર્દિષ્ટ પ્રણિધાન આદિ યેગે એ ઉત્તરોત્તર પ્રકષને પ્રાપ્ત કરતી સંવર અને નિજ રારૂપ ક્રિયા છે.
(1) પ્રણિધાન યોગમાં અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિને નિરોધ થાય છે, (૨) સમાધાન યુગમાં શુભ વૃત્તિ અને નિષ્પા૫ પ્રવૃત્તિનું સેવન થાય છે.
(૩) સમાધિ યોગમાં ચિત્ત વૃત્તિઓ અત્યંત શાન્ત બને છે. રાગદ્વેષાત્મક વૃત્તિએનો નિરોધ થાય છે. તેથી સાધકની વાણી અને આકૃતિ પણ શાન્તરસની વાહક બને છે.
(૪) કાષ્ઠાયોગમાં ધ્યાનના સતત અભ્યાસ વડે મનની વિશેષ સ્થિરતા થવાથી શ્વાસોચ્છવાસ આદિને નિરાધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org