________________
૨૨૪]
ध्यानविचार-सविवेचन શ્રતનિશ્ચિત મતિજ્ઞાનના સર્વ ભેદમાં ક્રમશઃ અવગ્રહ અને ઈહા પછી અવાય થાય છે. પરંતુ શ્રુત અનિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદમાં જે ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી અને પરિણામિકી – આ ચાર પ્રકારની બુદ્ધિ છે, તે મતિજ્ઞાનના વિશિષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થતી હોવાથી, તે “અવયનિશ્ચયાત્મક રૂપ જ હેય છે. તેથી તેમાં અવગ્રહ આદિની અપેક્ષા રહેતી નથી.
પ્રસ્તુતમાં જે અપાયરૂપ ઔપાતિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિનું વિધાન છે, તે અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના જ ચારે ભેદ છે. તેને અભાવ આ કરણમાં બતાવ્યા છે. બુદ્ધિના અભાવથી અહીં મતિજ્ઞાનને ત્રીજે પ્રકાર જે “અવાય છે, તેને અભાવ જ અપેક્ષિત છે.
બુતનિશ્ચિત મતિજ્ઞાન એટલે પૂર્વે જે શાન બીજાઓ દ્વારા યા શાસ્ત્રમાંથી પ્રાપ્ત કરેલું હોય, પણ વ્યવહાર કાળમાં તેનો ઉપયોગ ન હય, દા. ત. “ઘડો લાવો’ એમ કહેવામાં આવે ત્યારે “ઘડે લાવ એટલે ” એ વિચાર કર્યા વિના જ ઘડે લાવવામાં આવે તે બુતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે.
પૂર્વે ક્યારે પણ જાણેલું જ ન હોવા છતાં વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાનના ક્ષપશમથી જે મતિ ઉત્પન્ન થાય, તેને અશ્રુતનિશ્ચિત મતિ કહેવાય છે. તેના ચાર પ્રકાર નીચે મુજબ છે. -
(૧) ઔતિકી-ઈ વિશિષ્ટ પ્રસંગ કે પ્રશ્ન ઉપસ્થિત થતાં તેને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી બુદ્ધિ. આવા બુદ્ધિશાળીઓ માં અભયકુમાર, મહાકવિ કાલિદાસ, બીરબલ વગેરે મુખ્ય છે.
(૨) વૈનાયિકી-ગુરુજન વગેરેની સેવાભક્તિથી પ્રગટ થતી બુદ્ધિ. જેમ કે-નિમિત્તજ્ઞ શિષ્ય.
(૩) કામિની-નિરંતર અભ્યાસ-પુરુષાર્થ કરતા રહેવાથી પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમ કે-ચાર અને ખેડૂતની બુદ્ધિ.
(૪) પરિણામિકી–સમય જતાં અનેક પ્રકારના અનુભવોથી ઊઘડતી બુદ્ધિ. જેમકે-વાસ્વામીની બુદ્ધિ. નિબુદ્ધીકરણ આદિ આઠ પ્રકાર આ પ્રમાણે છે : (૧) નિબુદ્ધીકરણ,
(૫) નિબુ દ્વભવન, (૨) મહાનિબુદ્ધીકરણ, (૬) મહાનિબુદ્ધી ભવન, (૩) પરમ-નિબુદ્ધીકરણ, (૭) પરમ-નિબુદ્દીભવન, (૪) સર્વ-નિબુદ્ધીકરણ. (૮) સર્વ-નિબુદ્ધીભવન.
(૯) નિરિહીકરણ મૂળપાઠ--નિરજામિયા ૮ (મધ) .
ईहा विचारणा, किमयं स्थाणुः पुरुषो वेति ॥ ९॥ અર્થ : -ઈહિ એટલે વિચારણ, અર્થાત “આ હૂંડું છે કે પુરુષ –એવી વિચારણા થવી તે ઈહા, (જે ધ્યાનભૂમિકામાં) તેને અભાવ થાય છે, તે ધ્યાનને નિરીહીકરણ” કહેવાય છે.
વિવેચન -અવગ્રહમાં ઈન્દ્રિો અને વિષયને સંપર્ક થતાં કંઈક છે', એ અવ્યક્ત બોધ થાય છે. તેના પછી “એ શું છે ? એવી જિજ્ઞાસા થાય છે. આ જિજ્ઞાસાને સંતોષવા માટે થતી વિચારણું - તેને “ઈહા” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org