________________
ध्यानविचार-सविवेचन
[ ૨૨૨ હોય છતાં કહેવામાં આવે કે આજે દસ બાળકો જમ્યાં છે અને દસ બાળકો મરી ગયાં છે ? આવી ભાષા “ઉત્પન્ન-વિગત મિશ્રિતસત્યામૃષા' ભાષા છે.
૪. જીવમિશ્રિત સત્યામૃષા :- જેમ કે ઈ ઢગલામાં ઘણાં જંતુઓ જીવતાં હોય અને ચેડાં મરેલાં પણ હોય છતાં આ જીવતાં જંતુઓનો ઢગલો છે એમ બોલવું તે જીવમિશ્રિત સત્યામૃષા ભાષા કહેવાય છે.
૫. અજીવમિશ્રિત સત્યામૃષા :-કેઈ ઢગલામાં ઘણું જતુઓ મરેલાં હોય અને થોડાં જીવતાં હોય છતાં “અજીવને ઢગલો છે એમ કહેવું તે “અજીવમિશ્રિત સત્યામૃષા” ભાષા કહેવાય છે.
દ. જીવાજીવમિશ્રિત સત્યામૃષા :- ઉપરની જેમ જીવતાં અને મરેલાં જંતુઓના ઢગલામાં (વસ્તુતઃ ન્યૂનાધિક હોવા છતાં) નિશ્ચયપૂર્વક કહેવું કે “આટલાં મરેલાં છે ને આટલાં જીવતાં છે ? આવી ભાષા તે “જીવાજીવ મિશ્રિતસત્યામૃષા” છે.
૭. અનંતમિશ્રિત સત્યામૃષા -મૂળ વગેરે અનંતકાયને તેના જ પ્રત્યેક વનસ્પતિકાયરૂપ પાંદડાની સાથે અથવા બીજી કોઈ પ્રત્યેક વનસ્પતિની સાથે જોઈ ને આ બધું અનંતકાય છે” એમ કેઈ કહે તે “અનંતમિશ્રિત સત્યામૃષા” છે.
૮. પ્રત્યેક મિશ્રિત સત્યામૃષા :- ઉપર મુજબ પ્રત્યેક વનસ્પતિના ઢગલામાં અનંતકાય રહેલા હોય છતાં આ બધું “પ્રત્યેક વનસ્પતિકાય” છે એમ કહેવું તે “પ્રત્યેક મિશ્રિત સત્યામૃષા” છે.
૯. અક્રામિશ્રિત સત્યામૃષા :-અદ્ધા એટલે કાળ, અહીં પ્રસંગાનુસારે અદ્ધા શબ્દથી રાત્રિ-દિવસ લેવાનાં છે. જેમ કઈ માણસ દિવસ બાકી હોવા છતાં બીજા માણસને ઉતાવળ કરાવવા કહે કે “રાત્રિ પડી ગઈ' અથવા રાત્રિ બાકી હોય છતાં જગાડવા દિવસ ઊગી ગયા” તે “અદ્ધામિશ્રિત સત્યામૃષા' કહેવાય છે.
૧૦. અદ્ધાદ્ધા મિશ્રિત સત્યા-મૃષા :-દિવસ કે રાત્રિનો એક ભાગ તે અદ્ધાદ્ધા પ્રથમ પ્રહર ચાલુ હોય છતાં કોઇ માણસ બીજા માણસને કાર્યમાં ઉતાવળ કરવા માટે કહે કે “મધ્યાહ્ન થઈ ગયા વગેરે વચનો “અદ્ધાદ્વામિશ્રિત સત્યામૃષા ભાષા છે.
* અસત્યામૃષાના ૧૨ પ્રકારો आमंतणि आणवणी जायाणि तह पुच्छणी अ पन्नवणी । पचक्खाणी भासा, भासा इच्छाणुलोमा अ ।। २७६ ॥ अणिभिग्गहिआ भासा, भासा अ अभिग्गहम्मि बोधव्या ।
संसयकरणी भासा वायड अव्वायडा चेव ।। २७७ ॥ ૧. આમંત્રણ :-કેઈને બેલાવવા માટે જે સંબંધન વચને પ્રવેગ કરવામાં આવે જેમકે- હે દેવદત્ત!', “હે પ્રભુ!” વગેરે તે આમંત્રણી ભાષા છે. આવાં આમંત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org