________________
રૂ૦૦ ]
ध्यानविचार-सविवेचन વચને પ્રથમ કાડેલી ત્રણ પ્રકારની (સત્ય, મૃષા અને સત્યામૃષા) ભાષાનાં લક્ષણોમાં સમાવેશ પામતાં નથી, કેવળ વ્યવહારને હેતુ છે તેથી આવા પ્રયોગો “અસત્યામૃષા' કહેવાય છે.
ર. આજ્ઞાપની :- જેમકે “આમ કરો, “”, “લઈ જાવ” વગેરે આજ્ઞ વચન “આજ્ઞાપની ભાષા છે.
૩, યાચની –જેમકે “ભિક્ષા આપે” વગેરે “યાચની ભાષા છે.
૪. પૃચ્છની :-જેમકે કઈ બાબતમાં અજાણ્યો માણસ બીજાને પૂછે કે “આ શું છે ? આમ કેમ?' વગેરે વચને “પૃછની ભાષા છે.
૫. પ્રજ્ઞાપની -હિંસાનો ત્યાગ કરવાથી પ્રાણુઓ દીર્ધાયુષી તથા નીરોગી થાય છે. આવી જે ભાષા તે “પ્રજ્ઞાપની ભાષા છે.
૬. પ્રત્યાખ્યાની –કોઈ માણસ આપણી પાસે માગવા આવે ત્યારે તેને કહેવું કે “મારી આપવાની ઈચ્છા નથી” તે “પ્રત્યાખ્યાની ભાષા છે.
૭. ઈચ્છાનુલમાં કઈ માણસ કોઈને કહે કે “આપણે સાધુ પાસે જઈએ” ત્યારે બીજે માણસ કહે કે “બહુ સારી વાત છે, આવી અનમેદનાત્મક ભાષા તેને ઈરછાનુલમા' ભાષા કહે છે.
૮. અનભિગ્રહીતા -ઘણાં કાર્યો કરવાનાં હોય ત્યારે કોઈ માણસ કોઈને પૂછે કે “હમણાં હું શું કરું ?' ત્યારે બીજે માણસ જવાબ આપે કે “તને ઠીક લાગે તે કરી. આવી અચોક્કસ ભાષા તે “અનભિગૃહીતા ભાષા છે.
૯ અભિગૃહીતા -હમણું આ કરજે” અને “હમણાં આ ન કરીશ', આ પ્રમાણે જે ચોકકસ કહેવામાં આવે તે “અભિગૃહીતા ભાષા છે.
૧૦સંશય કરણી :-જેના અનેક અર્થો નીકળતા હોવાથી બીજાને સંશય થાય એવી જે ભાષા તે “સંશયકરણ ભાષા કહેવાય છે. જેમકે “સિંધવ લાવે” એમ કહેવામાં આવે ત્યારે બીજાને સંશય ઉત્પન્ન થાય કે “શું લાવવું ?'–મીઠું લાવવું, વસ્ત્ર લાવવું, પુરુષ લાવ, કે ? ઘેડાને લાવે ? કારણ કે સેંધવ” શબ્દના લવણ, વસ્ત્ર, અને ઘેડ એમ અર્થ થાય છે. તેથી આવી ભાષા “સંશયકરણી” કહેવાય છે.
૧૧. વ્યાકતા :–“આ દેવદત્તનો ભાઈ છે વગેરે સ્પષ્ટ અર્થવાળી ભાષા તે વ્યાકૃત ભાષા છે.
૧૨. અવ્યાકતા -અત્યંત ગંભીર અર્થવાળી ભાષા તે “અવ્યાકૃત ભાષા કહેવાય છે. તેવી રીતે અસ્પષ્ટ અર્થવાળી નાનાં બાળકો વગેરેની ભાષા પણ “અવ્યાકૃતા” ભાષા કહેવાય છે.
આ રીતે ભાષાના કુલ ૪૨ પ્રકારો છે.
છે ઉપર જણાવેલ ત્રણ પ્રકારની ભાષાના લક્ષણથી રહિત હેવાથી જે સત્ય પણ નથી તેમ મૃષા પણ નથી પણ વ્યવહારમાં જ ઉપયોગી છે તેવી ભાષાને અસત્યામૃષા કહેવામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org