________________
૨૨૮ ]
ध्यानविचार-सविवेचन ૫. પ્રેમ-નિરુત અસત્ય – અતિ રામને લઈને “હું તમારો દાસ છું વગેરે જે બેલવામાં આવે છે તે “પ્રેમ–નિસૂત અસત્ય” છે.
૬. દ્વેષ-નિવૃત અસત્ય - દ્વેષથી ઈર્ષાળુ માણસો ગુણવાળને પણ આ “નિર્ગુણ” છે વગેરે કહે તે “ઢષ-નિવૃત અસત્ય” છે.
૭. હાસ્ય-નિરુત-અસત્ય :- જેમ મશ્કરા માણસો કોઈની કંઈ ચીજ લઈને સંતાડી રાખે અને તેમને પૂછવામાં આવે તો કહે કે, “એ ચીજ મેં જોઈ નથી.” આવી ભાષા “ હાસ્ય-નિવૃત અસત્ય” કહેવાય છે.
૮, ભય-નિવૃત અસત્ય – ચરો વગેરેના ભયથી “મારી પાસે કંઈ નથી ? વગેરે જે અસત્ય બોલવામાં આવે છે તે “ભય-નિવૃત અસત્ય” છે.
૯ આખ્યાયિક-નિત અસત્ય :-કથાઓમાં જે અસંભવિત વાતે કહેવામાં આવે તે “આખ્યાયિકા નિસૃત-અસત્ય” કહેવાય છે. ૧૦. ઉપઘાત-
નિત અસત્ય :- ચોર ન હોય છતાં તું ચોર છે આવું જે આળ ચઢાવવામાં આવે તે “ઉપઘાત નિવૃત અસત્ય” કહેવાય છે........
સત્યામૃપાભાપાના ૧૦ પ્રકારે उप्पन्नविगयमीसग जीवमजीवे अ जीवअज्जीवे ।
तहऽणंतमीसगा खलु परित्त अद्धा अ अद्धद्धा ॥ २७५॥ ૧. ઉપનમિશ્રિત સત્યામૃષા :- ઉપન જોને આશ્રયીને જે મિશ્ર ભાષા બોલવામાં આવે છે તે “ઉત્પન્નમિશ્રિત સત્યાગૃષા ભાષા” કહેવાય છે. જેમકે કેઈ નગરમાં ઓછાં કે વધારે બાળકો જમ્યાં હોય છતાં આજે દસ બાળકે જમ્યાં છે એમ જે કહેવામાં આવે તે “ઉત્પનમિશ્રિત સયામૃષા ભાષા છે કારણ કે તેમાં થોડું સાચું છે અને થોડું ખોટું છે. તેથી એ મિશ્ર ભાષા છે.
૨. વિગત મિશ્રિત સત્યામૃષા :- તે જ પ્રમાણે મરણને આશ્રયીને જે મિશ્ર ભાષા બોલવામાં આવે તે વિગત મિશ્રિત સત્યામૃષા' ભાષા છે. જેમ કેઈ નગરમાં ચેડાં કે વધારે માણસ મરી ગયાં હોય છતાં આજે દસ માણસે મરી ગયાં એમ કહેવાય છે તે વિગતમિતિ સત્યામૃષા ભાષા છે.
૩. ઉ૫-ન-વિગતમિશ્રિત સત્યામૃષા –તે જ પ્રમાણે ઉત્પત્તિ અને મરણને આશ્રયીને જે મિશ્ર ભાષા બોલવામાં આવે છે તે “ઉત્પન-વિગત મિશ્રિત સત્યામૃષા' કહેવાય છે. જેમ કેઈ નગરમાં એક કે વધારે માણસે જમ્યાં હોય કે મરી ગયાં
* જેમાં થોડું સાચું અને થોડું ખોટું હોય તેવી મિશ્ર ભાષાને “સત્યામૃષા' કહેવામાં આવે છે. કારણ કે તેમાં કાંઈક ચાચું હોવાથી તે “સત્ય” પણ છે અને કાઈક ખોટું હોવાથી “મૃષા” પણ છે. આ પ્રમાણે સાય તથા અસત્યનું મિશ્રણ હોવાથી તે “સત્યા-મૃષા” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org