________________
૨૬
ध्यान विचार - सविवेचन પરિશિષ્ટ ન, ૮ ભાષાના ૪૨ પ્રકાશ
[ભાષાના ૪ પ્રકાર છે : સત્ય, મૃષા, સત્યાકૃષા અને અસત્યામૃષા, સત્યભાષાના ૧૦, મૃષાભાષાના ૧૦, સત્યાક્ષાના ૧૦ તથા અસત્યાના (વ્યવહારભાષાના ) ૧૨ એમ કુલ ૪૨ પ્રકારે શ્રી દશવૈકાલિક નિયુક્તિ વગેરેમાં જણાવ્યા છે. તે સંબધી પૃ. ૨૪૬માં ‘જવા’ વગેરે ગાથા આપેલી છે. તે * અર્થ સહિત નીચે મુજબ છે]
સત્યભાષાના ૧૦ પ્રકારા
जणवय - सम्मय -ठवणा नामे रूवे पडुच्च सच्चे अ ।
વવદાર-માત્ર-નોને સમે બોમ્બસને ૬ ॥૨૭॥
૧. જનપદ સત્ય :--કાંકણ વગેરે દેશમાં પાણીને માટે ‘પય’, ‘પિચ્ચ’, ‘ઉદક’ ‘નીરમ્’ વગેરે જુદા જુદા શબ્દો વપરાય છે. આ શબ્દોથી તે તે જનપદોમાં દેશમાં ઇષ્ટઅથ ની પ્રતિપત્તિ થતી હાવાથી લેાકવ્યવહાર ચાલે છે. તેથી તે શબ્દો જનપદ સત્ય’ અર્થાત્ તે તે દેશને આશ્રયીને ‘સત્ય’ કહેવાય છે.
૨. સમ્મતસત્ય :-કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ એ બધાં એકસરખી રીતે કાદવમાં ઉત્પન્ન થાય છે, તેા પણ ગેાવાળા સુદ્ધાં (અર્થાત્ આખાલ ગોપાલ) કમલને જ પંકજ કહે છે. આ રીતે લોકોમાં કમલ અર્થમાં જ ‘પ્’કજ’ શબ્દ સમ્મત છે તેથી તે ‘સમ્મતસત્ય' કહેવાય છે.
૩. સ્થાપનાસત્યઃ— તેવા પ્રકારની કરચના તથા સિક્કા વગેરે જોઈને જે ભાષા ઉચ્ચારવામાં આવે તે સ્થાપનાસત્ય’ છે. જેમકે એકડાની આગળ એ શૂન્ય ઊમેરીએ તા સો અને ત્રણ શૂન્ય ઊમેરીએ તેા હજાર કહેવાય છે, તેમજ નાણાં ઉપર તે તે છાપ પ્રમાણે રૂપિયા, પાંચ રૂપિયા વગેરે કહેવાય છે.
૪. નામસત્ય :– કોઇ મનુષ્ય કુલ વિસ્તારતા ન હોવા છતાં ‘કુલવન' નામે ઓળખાય, ધનને વધારતા ન હેાય છતાં ‘ધનવન’ કહેવાય, યક્ષ ન હેાવા છતાં યક્ષ’ કહેવાય ઃ આવા બધા અરહિત નામેાના પ્રયોગા તે ‘નામસત્ય’ કહેવાય છે.
૫. રૂપસત્ય :– વેશ પ્રમાણે ગુણુ ન હેાવા છતાં તેવા પ્રકારનું રૂપ ધારણ કરવુ' તે ‘રૂપસત્ય' છે. તે સંબંધી વચન પણ ‘રૂપસત્ય' કહેવાય છે. જેમકે કોઈ કપટી સાધુના વેશમાં હોય ત્યારે તેને સાધુ કહેવામાં આવે તે ‘રૂપસત્ય' છે.
૬. પ્રતીત્યસત્ય :–બીજી વસ્તુને આશ્રયીને એક વસ્તુમાં જુદી જુદી રીતે વ્યવહાર કરવા તે પ્રતીત્યસત્ય' છે. જેમ ઢચલી (છેલ્લી) આંગળીની અપેક્ષાએ અનામિકા આંગળી મેાટી ગણાય છે, પણ મધ્યમાં (વચલી) આંગળી કરતાં તે (અન મિકા) નાની પણ ગણાય છે. એમ એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ જુદો જુદો વ્યવહાર તે ‘પ્રતીત્યસત્ય’ છે.
* આવશ્યકસૂત્રની હરિભદ્રસૂરિરચિત વૃત્તિ તથા પુનવણા (પ્રજ્ઞાવન) સૂત્રની મલપરરચિત વૃત્તિને આધારે અહીં અ લખ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org