________________
૨૨૪]
થાયar-ત્તવિવર . અશુભ-ચિંતન, અશુભ-પ્રણિધાનથી મનને પાછું વાળી શુભ ધ્યાન દ્વારા આત્માની પૂર્ણ શુદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર રાજર્ષિ પ્રસનચન્દ્રને કેટ-કેટી વંદન છે ! (૨) “સમાધાનના સંદર્ભમાં ભરત ચક્રવતીનું દટાન્ત
(અનિત્યમાં રાગ શે ?) પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાનના સંસારીપણાના પાટવી-પુત્ર ભરત મહારાજા આ કાળના, આ ક્ષેત્રના પ્રથમ ચક્રવતી છે.
આ ભરત ચક્રવતી એક વાર અરીસા ભુવનમાં પિતાના અલંકૃત શરીરની શોભા નિહાળી રહ્યા હતા. તેવામાં તેમની એક આંગળીમાંથી, એક વીંટી સરકીને નીચે પડી ગઈ એટલે તે આંગળી શોભા વિનાની થઈ ગઈ. તે જોઈ તેમના મનમાં દ્વિધા થઈ કે શરીરની શોભાનું કારણ અલંકારે છે કે અલંકારની શોભાનું કારણ શરીર છે.
આ દ્વિધાનું નિવારણ કરીને યથાર્થ સમાધાન પ્રાપ્ત કરવા માટે તેમણે પોતાના શરીર પરના બધા અલંકારો ઉતારી દીધા. પછી અરીસા સામે જોયું તે આખું શરીર શેભારહિત દેખાયું.
આ દશ્યથી ભરત મહારાજાને આત્મા જાગી ગયો. તેમની આંતર્દષ્ટિ ઊઘડી ગઈ. આ અનિત્ય સંસારમાં આથી દેખાતી બધી વસ્તુઓ નાશવંત છે એ સત્ય તેમને હૃદયને સ્પર્શી ગયું. અને એવા અનિત્ય પદાર્થો પ્રત્યેને તેમને બધે જ રાગ, સૂર્યના પગલે નાશ પામતા અંધકારની જેમ નાશ પામે. એક નાનકડા નિમિત્તને પામી ભરત મહારાજા પિતાને મનને શુભમાં પ્રવર્તાવી ક્રમશઃ વીતરાગી અને કેવળજ્ઞાની બન્યા. (૩) સમાધિ સંદર્ભમાં દમદત મુનિનું દૃષ્ટાન્ત
(મહિમાવતે માધ્યસ્થ ભાવ.) હસ્તિશીષ નગરમાં દમદત નામે રાજા રાજય કરતા હતા. બીજી બાજુ હસ્તિનાપુરમાં પાંચ પાંડવે રાજ્ય કરતા હતા. દમદંત રાજા અને પાંડવોને આપસમાં વેર હતું બને એકબીજાનું અહિત કરવાની તક જોઈ રહ્યા હતા.
એક વાર દમદંત રાજા – પ્રતિ વાસુદેવ જરાસંઘને મળવા ગયા અને ત્યાં થોડા દિવસ રોકાયા. રાજાની ગેરહાજરીને લાભ લઈને પાંડવોએ દમદંત રાજાના દેશને લૂટયો અને બાળ્યો.
થોડા દિવસ પછી દમદંત રાજા પાછા આવ્યા ત્યારે તેમણે પોતાના દેશની દુર્દશા કરનાર પાંડેની રાજધાની પર આક્રમણ કરીને તેને ઘેરી લીધી. નગરના બધા દરવાજા બંધ કરીને પાંડવોએ ઠંડો પ્રતિકાર કર્યો, પણ સીધું યુદ્ધ ન કર્યું એટલે દમંદત રાજા કંટાળીને પાછા ફર્યા.
દમદત રાજાનું હૃદય વૈરાગ્યથી વાસિત હોવાથી આ પ્રસંગને લઈને તેનો વૈરાગ્ય વધુ જવલંત બન્યો અને રાજય સંપત્તિ આદિ દુન્યવી તમામ સુખને ત્યાગી તેમણે સંયમધર્મ ગ્રહણ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org