________________
૨૨૨ ]
ध्यानविचार-सविवेचन ક્ષયથી (ગુણસ્થાનને કાળ પૂર્ણ થવાથી) પડે તો કમશઃ પડીને સાતમાં ગુણસ્થાને આવે છે. એટલે કે અગિયારમાંથી દશમે, દશમાંથી નવમે પછી કમશઃ આઠમે અને સાતમે આવે પછી છઠું સાતમે ચડ-ઊતર કરે કે તેનાથી પણ નીચે ઊતરીને છેક પહેલા ગુણસ્થાને આવે. વધુ નીચે ન આવે તે પણ છઠ્ઠા-સાતમાં ગુણસ્થાને તે અવશ્ય આવે છે.
(૧૨) ક્ષીણમેહ ગુણસ્થાન :
જેણે મેહનીય કર્મને સર્વથા ક્ષય કર્યો છે પરંતુ શેષ ઘાતિકમ હજી વિદ્યમાન છે. દશમાં ગુણસ્થાને મોહનો ઘાત કરનાર આત્મા સીધે આ બારમા ગુણસ્થાને આવે છે તેને મેહની જરા પણ હેરાનગતિ હોતી નથી. તેથી જ આ ગુણસ્થાનને ક્ષીણુ–મેહ' કહે છે. આ ગુણસ્થાનમાં વર્તમાન જીવ ક્ષ પકશ્રેણવાળ હોય છે અને તે આ ગુણસ્થાનના અંતે શેષ ત્રણ ઘાતિકર્મોનો ક્ષય કરે છે.
(૧૩) સગી કેવલી ગુણસ્થાન :
જેમણે-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય–આ ઘાતિકને સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને આ ગુણસ્થાનમાં પણ જેમને ઉપદેશ, વિહાર આદિથી મન વચન અને કાયા–આ ત્રણ યુગની પ્રવૃત્તિ હોવાથી તે સગી કેલી કહેવાય છે. તેમના આ સ્વરૂપ–વિશેષને “સગી કેવલી” ગુણસ્થાન કહેવાય છે.
(૧૪) અયોગી કેવલી ગુણસ્થાન :જે કેવલી ભગવાન યોગરહિત બને છે તે અયોગી કેવલી કહેવાય છે.
પાંચ હસ્વાક્ષર કાળપ્રમાણ આયુષ્ય શેષ રહે ત્યારે આત્મા તેરમાં ગુણસ્થાનમાં અને યોગનિરોધની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા યેગ રહિત બને છે, જે ગરહિત અવસ્થા એ ચૌદમું ગુણસ્થાન છે. - ચૌદમા ગુણસ્થાને આત્મા મેરુ પર્વતની જેમ નિપ્રકંપ બનીને બાકી રહેલાં ચાર અઘાતી કર્મોને ક્ષય થવાથી, દેહનો ત્યાગ કરી સિદ્ધક્ષેત્રમાં ચાલ્યો જાય છે, ત્યાંથી તે પાછો ફરતો નથી. સાદિ અનંતકાળ ત્યાં જ પૂર્ણ સ્વરૂપે રહે છે. આત્માની આ પૂર્ણ, શુદ્ધ, સહજ અવસ્થા છે. આત્માના સત્-ચિત્—આનંદમય શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ થવું એજ મોક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org