________________
૨૦]
ध्यानविचार-सविवेचन વૃત્તિ અને પ્રવૃત્તિમાં હિંસાદિ પાપક્રિયાઓની આંશિક નિવૃત્તિ (અભાવ) હોય છે તે દેશવિરત અથવા શ્રાવક કહેવાય છે અને તેમના તે સ્વરૂપ વિશેષને દેશવિરત ગુણસ્થાન કહે છે. અહીં પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય હોય છે.
(૬) પ્રમત્તસંવત ગુણસ્થાન :
આ છઠ્ઠા ગુરથાનમાં (અને તેના પછીમાં પણ) પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયને અભાવ થવાથી જે જીવ હિંસાદિ પાપક્રિયાઓને સર્વથા ત્યાગ કરે છે, તે “સંત” અથવા સર્વવિરતિ-મુનિ કહેવાય છે. સંયત મુનિ પણ જ્યાં સુધી પ્રમાદનું સેવન કરે છે ત્યાં સુધી “પ્રમત્ત-સંયત” કહેવાય છે અને તેમના આ સ્વરૂપ-વિશેષને પ્રમત્ત-સંયત ગુણસ્થાન કહેવાય છે.
(૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાન :
જ્યારે મુનિને નિદ્રા, વિષય, કષાય, વિકથા આદિ પ્રમાદનો અભાવ હોય ત્યારે તે અપ્રમત્ત-સંયત કહેવાય છે આ ગુણસ્થાનક ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત પ્રમાણુ હોય છે.
(૮) નિવૃત્તિ, અપૂર્વકરણ ગુણસ્થાન :
છઠ્ઠાથી સાતમે, સાતમાથી છઠે એમ ચડ-ઉતાર કરતે ઝોલાં ખાતો જવ જે સાવધાની ગુમાવે તે પતન પામે છે. સાવધાની પૂરેપૂરી ટકાવી, ઉત્તરોત્તર અપ્રમાદને વિકસાવત રહે તો આઠમાં ગુણસ્થાને આવે છે. અપૂર્વ–પૂવે ન કર્યા હોય તેવા, અધ્યવસાયે ઉત્પન્ન થાય છે.
અપૂર્વ–પૂર્વે ન કર્યું છે તેવું કરણ કરવું તે અપૂર્વકરણ. આ ગુણસ્થાને રહેલો આત્મ વિશુદ્ધ અધ્યવસાયના પ્રભાવે (૧) સ્થિતિઘાત (૨) રસાઘાત (૩) ગુણશ્રેણિ (૪) ગુણ-સંક્રમણ અને (૫) અપૂર્વ સ્થિતિબંધ-આ પાંચ અપૂર્વ–પૂર્વે ન ક્ય હોય તેવાં કરણ કરે છે.
આ ગુણસ્થાનમાં સમકાળે પ્રવેશેલા છના અધ્યવસાયમાં વિવક્ષિત કઈ પણ સમયે પરસ્પર વિશુદ્ધિમાં નિવૃત્તિ તફાવત હોવાથી આ ગુણસ્થાનને નિવૃત્તિકરણ પણ કહેવાય છે.
જેમ રાજ્ય પ્રાપ્ત કરવાની યોગ્યતાને લઈને પણ રાજકુમારને રાજા, યુવરાજ કહેવામાં આવે છે તેમ આ આઠમાં ગુણસ્થાનમાં જીવ મેહની એક પણ પ્રકૃત્તિને ક્ષય કે ઉપશમ કરતું નથી છતાં આ ગુણસ્થાને આવનાર જીવ ઉપરના ગુણસ્થાન ઉપર આરોહણ કરીને મેહનો ક્ષય કે ઉપશમ કરે છે. આ ગ્યતાની અપેક્ષાએ તે જીવને ક્ષપક કે ઉપશમક કહેવામાં આવે છે. ચારિત્ર મહિના ક્ષય કે ઉપશમનો પ્રારંભ નવમાં ગુણસ્થાનમાં જ થાય છે માટે મુખ્યતયા તે ગુણસ્થાને જ ક્ષેપક અને ઉપશમક એવા બે ભેદ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org