________________
[ ર૪૭
ध्यानविचार-सविवेचन (૫) ઉપશમ-લબ્ધિ – પ્રાયોગ્ય લબ્ધિવાળાનો પ્રયત્ન તત્વવિચાર કરવા સુધી સીમિત હોય છે. પણ આ પાંચમી ઉપશમ-લબ્ધિ પ્રગટ થયા પછી જીવને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વ મોહનીય કર્મને સર્વથા ઉપશમાવવાની શક્તિ એ જ ઉપશામકરણ લબ્ધિ છે. આ લબ્ધિમાં જીવનાં પરિણામની વિશુદ્ધિ સમયે-સમયે અનંતગુણ વૃદ્ધિ પામતી હોય છે, તેને કાલ અન્તર્મુહર્તાને છે. આ પાંચે લબ્ધિઓ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા ભવ્ય જીવોને હોય છે.
પાંચ લબ્ધિવાળા જીવોની વિશેષતાઓ છે. આ લબ્ધિવાળા પરાવર્તમાન શુભ પ્રકૃતિના બંધ હોય છે. # ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધ પરિણામોથી યુક્ત હોય છે.
શુભ પ્રકૃતિના રસને અનંતગુણ-અનંતગુણ વૃદ્ધિ પમાડે છે અને બે સ્થાનિકમાંથી
વધારીને ચાર સ્થાનિક કરે છે. કફ અશુભ પ્રકૃતિના રસને ચાર સ્થાનિકમાંથી ઘટાડીને બે સ્થાનિક કરે છે. જ આયુષ્યકર્મના બંધક ન હોય અર્થાત્ આયુષ્યવર્જિત સાત કર્મોની અતઃ કડા
કેડી સ્થિતિ સત્તાવાળા હોય છે. 8 મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિસંગ જ્ઞાન – આ ત્રણ અજ્ઞાનરૂપ સાકાર ઉપયોગમાં
વર્તાતા હોય છે. છેક ત્રણ યોગમાંથી કોઈ એક યોગમાં વતતો હોય છે.
ત્રણ શુભ લેગ્યામાંથી કેઈ એક લેશ્યામાં વતતો હોય છે. છે. પ્રતિ અત્તમુહૂતે અશુભ કર્મને પણ ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યામાં ભાગે
ન્યૂન બાંધતો હોય છે.
આવી ગ્યતાવાળા જીવો સમ્યફવની પ્રાપ્તિ પહેલાં (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ - આ ત્રણ કરશું કરે છે. આ ત્રણે કરણ એ આત્માની ઉત્તરે ત્તર અધિક વિશુદ્ધિ કોટિની અવસ્થાઓ છે, ધ્યાનની ભૂમિકાઓ છે. તેને કાલ અલગ-અલગ તેમજ સમુદિત રૂપે પણ અન્તર્મુહૂર્ત પ્રમાણુ કહ્યો છે.
ઉક્ત ત્રણ કરણની અવસ્થાઓમાંથી પસાર થયા પછી જીવ અન્તમુહૂર્તની સ્થિતિવાળા “અન્તરકરણ” (ઉપશાન્ત અધા)માં પ્રવેશ કરે છે. અહીં “મિથ્યાત્વ મોહનીય, નો સર્વથા ઉપશમન થવાથી પ્રથમ સમયે જ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે આત્માને એ અપૂર્વકેટિનો આનંદ અનુભવવા મળે છે–જે પૂર્વે કદી પણ અનુભવ્યો ન હતો.
વિશુદ્ધિનું તારતમ્ય પ્રથમ યથાપ્રવૃત્તિકરણને પહેલા સમયે પરિણામોની જે વિશુદ્ધિ હોય છે, તેના કરતાં બીજા સમયની વિશુદ્ધિ અનંતગુણ વિશેષ હોય છે. એ જ રીતે અપૂર્વકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org