________________
રિપ૮ ]
ध्यानविचार-सविवेचन જગતના સર્વ જીવો સ્વરૂપની શક્તિની અપેક્ષાએ સમાન છે, તેથી તે સર્વ જીવે પ્રત્યે મૈત્રી ભાવ-નેહભાવ–સ્વતુલ્ય ભાવ દાખવો તેમજ તદનુરૂપ પ્રવૃત્તિ કરવી તે મુમુક્ષુ સાધકનું કર્તવ્ય છે – એમ જ્ઞાની પુરુષ ફરમાવે છે. - જે પ્રેમ લાગણી આપણને આપણી જાત માટે છે, આપણા નિકટવતી છ માટે છે, તે પ્રેમ અને લાગણી તે જીવજાતિ સુધી વિસ્તારવી એ જ “સામાયિક પ્રવેશદ્વાર છે.
ત્રણ જગતના તમામ જીવો જ્યારે આત્મવત્ અને આત્મભૂત પ્રતીત થાય છે, ત્યારે સર્વ પ્રકારના અશુભ આસ્રવ-કર્મબંધનાં દ્વાર બંધ થાય છે, અને સંવરનિર્જરા વરૂપ ચારિત્રનું શુદ્ધ પાલન થવા સાથે આત્મરતિ અનુભવાય છે.
શુદ્ધ નયની દષ્ટિએ ચેતના લક્ષણથી જીવને એક ભેદ છે, તેમ વ્યવહાર નયની દષ્ટિએ જીવના ૨, ૩, ૪, ૫, ૬, ૧૪ યાવત્ પ૬૩ ભેદ પણ થાય છે, અને તે ભેદવાળા જીમાં પણ ઔદયિક, ક્ષાયોપશમિક આદિ ભાવોની વિચિત્રતાને લઈને અનેક પ્રકારની વિચિત્રતાઓ જોવા મળે છે. જીવોની કર્મજન્ય તે-તે વિષમ અવસ્થા-વિશેષને લઈને પણ તેમના પ્રત્યે મૈત્રીભાવ ખંડિત ન થાય, દ્વેષ કે તિરસ્કાર ન થાય, માટે દુઃખી જીવો પ્રત્યે કરુણ, ગુણી જીવો પ્રત્યે પ્રમાદ અને વિપરીત વૃત્તિવાળા જીના દોષ પ્રત્યે ઉપેક્ષા-મધ્યસ્થ ભાવ રાખવાથી “મિત્તી એ સવ ભૂસુ ના પણ્યિમને અખંડ રાખી શકાય છે.
ઉપકારી ભગવંતે ફરમાવે છે કે – ધર્મની પરિણતિ પહેલાં જીવને જે મૈત્રી પોતાની જાત સાથે હોય છે, જે પ્રમાદ પિતાના ગુણ માટે હોય છે, જે કરુણ પિતાનાં દુઃખ પ્રત્યે હોય છે, જે ઉપેક્ષાભાવ પિતાના દોષ પ્રત્યે હોય છે – ધર્મ પરિણતિ પછી તે જ મૈત્રીભાવ સમસ્ત જીવજાતિ સાથે હોય છે, તેવો જ પ્રમોદ સર્વ ગુણીજનના ગુણ પ્રત્યે હોય છે, તેવી જ કરુણા સર્વ દુઃખી જીવો પ્રત્યે હોય છે, તે જ ઉદાસીનભાવ સર્વના દોષો પ્રત્યે હોય છે.
- આ રીતે ઉપયોગ અને ઉપગ્રહ દ્વારા તથા દ્રવ્ય-ગુણપર્યાયથી જીવતવના સૂરમ સ્વરૂપનું ચિંતન કરવું એ જીવતવની ચિંતા છે.
આ ચિંતા એટલી સાત્વિક અને તાવિક છે કે તેના સતત અભ્યાસથી ચિત્ત, સૂક્ષમ-સૂક્ષમતર તેમજ શુદ્ધ-શુદ્ધતર બનીને ધ્યાનપાત્ર બને જ છે.
--: જીવનાં બે લક્ષણ :-- જે સદા જીવે છે, તેને જીવ કહેવાય છે. જીવ–આત્મા–ચેતન વગેરે એકાઈક નામે છે. જીવનું અંતરંગ લક્ષણ “ઉપગ” છે, ઉપગના બે પ્રકાર છે : (૧) સાકાર ઉપગ, (૨) નિરાકાર ઉપયોગ.
સાકાર ઉપયોગ વસ્તુના વિશિષ્ટ સ્વરૂપને બતાવે છે, તેને “જ્ઞાન” કહે છે કે તે ભેદ–ગ્રાહક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org