________________
૨૨]
ध्यानविचार-सविवेचन તેથી સંસારમાં જેટલું મૂલ્ય ગુરુનું છે, તેટલું જ શિષ્યનું છે; જેટલું સ્વામીનું છે, તેટલું જ સેવકનું છે.
યાચક માટે જેમ દાતા ઉપકારી છે, તેમ દાતા માટે યાચક ઉપકારી છે. આ દૃષ્ટિએ જોતાં છે, જીવ માત્રના ઉપકારી છે.
જેમ ધર્માસ્તિકાય આદિ પાંચે અજીવ દ્રવ્ય, જીવ આદિ દ્રવ્યોના કાર્યમાં નિમિત્તરૂપે સહાયક બને છે, તેમ જીવ દ્રવ્ય આ પાંચે અજીવ દ્રવ્યોના કાર્યમાં ઉપકારક બનતો નથી, પરંતુ તે પિતાના સજાતીય સર્વ જીવોના હિતાહિતમાં-અનુગ્રહ. ઉપઘાતમાં તો અવશ્ય નિમિત્ત બને છે.
જીવ, અજીવ દ્રવ્યને ઉપગ્રહકારક નથી બનતે તેનું કારણ, અજીવ દ્રવ્યમાં રહેલે ભાવને અભાવ છે
હકીકતમાં જીવ પોતે જ પોતાના હિત કે અહિતમાં, અનુગ્રહ કે ઉપઘાતમાં ઉપાદાન કારણ છે; છતાં તે હિત કે અહિત થવામાં નિમિત્ત કારણની અપેક્ષા રહે જ છે. એથી એ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે જીવોનું હિતાહિત થવામાં નિમિત્ત કારણરૂપે અન્ય સર્વ જી કોઈને કોઈ પ્રકારે ભાગ ભજવે છે.
(૧) મિથ્યાદિ ભાવની વ્યાપકતા : શ્રી તીર્થંકર પરમાત્મા, ચરમ ભવ પૂર્વેના પિતાના ત્રીજા ભવમાં “સવિ જીવ કરું શાસનરસી” ની પરમોત્કૃષ્ટ ભાવના દ્વારા સર્વ જીવોના લોકેત્તર હિતની સતત ભાવના કરે છે. જેના પ્રભાવે તેઓશ્રી તીર્થંકર નામ-કર્મની નિકાચના કરીને ચરમ ભવમાં તીર્થકરરૂપે જન્મ ધારણ કરે છે અને સ્વામબળે ઘાતકમેને સમૂળ ઉચ્છેદ કરી, કેવળજ્ઞાન ઉપાઈ, ધર્મદેશના દ્વારા સકળ જીવાશિનું હિત-કલ્યાણ થાય – એ તત્વપ્રકાશ કરે છે અને “ઢોકળા ' ના બિરુદને સાર્થક કરે છે.
એ જ રીતે ગણધર ભગવંતે અને બીજા મુનિ-મહાત્માઓ વગેરે પણ મૈત્રી, પ્રમાદ, કરુણ અને માધ્યશ્ય ભાવના દ્વારા સર્વ જીવોને યથાયોગ્ય રીતે પોતાની ભાવનાનો વિષય બનાવે છે; મહાવ્રતના પાલન દ્વારા અહિંસાદિના ઉપદેશ દ્વારા તેમનું રક્ષણ કરે છે. આ રીતે સર્વ જીના યથાર્થ સ્વરૂપ અને સંબંધને જાણું, તેને અનુરૂપ ઉચિત વર્તન કરે છે તે તેના ફળરૂપે તેઓ અનુક્રમે સદગતિ અને સિદ્ધિગતિને અવશ્ય પામે છે - આ રીતે કેઈ પણ જીવ જ્યારે સમ્યક્ત્વ પામે છે, ત્યારે તેને જગતના સર્વ છ પિતાના આત્મા જેવા લાગે છે. તેથી સ્વાત્માના હિતની જેમ સર્વ જીના હિતનું ચિંતન એ કરે છે, અને સર્વમાં પિતાના આત્માનું અને પિતાના આત્મામાં સર્વ જીવોનું દર્શન થવું, એ જ સમ્યગ દર્શન છે. સર્વ જીવો સાથે આત્મતુલ્ય વર્તન એ જ (સર્વ વિરતિ, સમ્યફ ચારિત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org