Book Title: Dhyanavichar
Author(s): Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 347
________________ ૨ ] ध्यानविचार-सविवेचन આ ઘટનાથી શંકિત અને ગુસ્સે ભરાયેલા શિષ્યોએ રાજા પાસે સર્વ હકીક્ત રજૂ કરી. રાજા પોતે ત્યાં જેવા ગયા. જોયા પછી તેમને પણ લાગ્યું કે “ખરેખર ! આચાર્ય મહારાજ કાલધર્મ પામ્યા છે', પુષ્યમિત્ર છેટે છે. ” આચાર્ય મહારાજ નકકી કાલધર્મ પામ્યા છે એમ માની રાજાએ તેમના પાર્થિવ દેહને પધરાવવા માટે પાલખી તૈયાર કરાવી. આ સર્વ પરિસ્થિતિ વિચારતાં પુષ્યમિત્રને લાગ્યું કે આચાર્ય મહારાજના ધ્યાનમાં ભંગ નહીં પાડું તે ભારે અનર્થ થઈ જશે. આ અજ્ઞાન છે ન તે ધ્યાનનું સ્વરૂપ સમજે છે, ને મારી વાત સાચી માને છે. છેવટે આચાર્ય મહારાજના સૂચન અનુસાર તેમણે આચાર્ય મહારાજના અંગૂઠાને સ્પર્શ કર્યો એટલે તરત જ ધ્યાનમાંથી જાગૃત થઈ તેઓશ્રીએ પૂછ્યું: “મને ધ્યાનભંગ કેમ કર્યો ?' પ્રત્યુત્તરમાં વિનયપૂર્વક પુષ્યમિત્રે કહ્યું : “ગુરુદેવ! આપના આ શિષ્યની મિથ્યાસમજનું આ પરિણામ છે.” ભાવિભાવ' કહીને આચાર્ય મહારાજ અન્તર્મુખ થયા. અત્યંત સૂક્ષમ આ ધ્યાનમાં, પાસે રહેલી વ્યક્તિને પણ ન સંભળાય, ન દેખાય એવી અત્યંત સૂક્ષમ ગતિ-પ્રક્રિયા શ્વાસ લેવાની અને મૂકવાની બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384