________________
ध्यानविचार - सविवेचन પરિશિષ્ટ ન, હું ચૌદ ગુણસ્થાન
આત્માના ગુણાના ક્રમિક વિકાસને ‘ગુણસ્થાન' કહે છે.
મેહનું પ્રગાઢ આવરણ જીવની નિકૃષ્ટતમ અવસ્થા છે. પૂર્ણ ચારિત્ર ગુણને વિકાસ, નિર્માતા અને સ્થિરતાની પરાકાષ્ઠા જીવની ઉચ્ચતમ અવસ્થા છે.
નિકૃષ્ટતમ અવસ્થાને છેડી ઉચ્ચતમ અવસ્થાને પ્રાપ્ત કરવી એજ આત્માનું પરમ સાધ્ય છે. આ પરમ સાધ્યની સિદ્ધિ થતા પહેલાં આત્માને ક્રમશઃ એક પછી શ્રીજી એમ અનેક અવસ્થાઓની શ્રેણીમાંથી પસાર થવુ. પડે છે. આ અવસ્થાઓની શ્રેણીને વિકાસક્રમ' અથવા ઉત્ક્રાન્તિમાગ” કહે છે. જૈન શાસ્ત્રીય પરિભાષામાં તેને ગુણસ્થાનક્રમ કહે છે.
| ૨૮૭
આંતરિક વિકાસ તરફ્ પ્રસ્થાન કરતા આત્મા વસ્તુતઃ સ...ખ્યાતીત આધ્યાત્મિક ભૂમિકાના અનુભવ કરે છે. પરતુ જૈનશાસ્ત્રમાં સંક્ષેપથી એનુ' વગી કરણ કરીને તેના ૧૪ વિભાગ કર્યાં છે. જે ૧૪ ગુણસ્થાનના નામથી પ્રસિદ્ધ છે. આ ૧૪ ગુણસ્થાનામાં ક્રમશઃ વિકાસની યાત્રા અધિક હાય છે. આ ૧૪ અવસ્થાએ પછી આત્માની સમગ્ર શક્તિએસંપૂર્ણ ગુણા પરિપૂર્ણ રૂપે વ્યક્ત થાય છે અર્થાત્ આત્માનું સહજ શુદ્ધ સચ્ચિદાનંદમય પૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય છે.
ગુણવિકાસની આ અવસ્થાઓનાં નામ પણ તે તે અવસ્થાને અનુરૂપ રાખવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છેઃ——
(૧) મિથ્યાષ્ટિ ગુણુસ્થાન. (ર) સાસ્વાદન ગુણુસ્થાન.
(૩) મિશ્ર ગુણસ્થાન (૪) સમ્યગ્ દૃષ્ટિ ગુણસ્થાન, (૫) દેશવિરત ગુણસ્થાન. (૬) પ્રમત્ત સંયંત ગુણુસ્થાન. (૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાન
(૮) અપૂર્વકરણ ગુણસ્થાન. (૯) અનિવૃત્તિ ગુણસ્થાન. (૧૦) સૂક્ષ્મ સ’પરાય ગુણુસ્થાન. (૧૧) ઉપશાન્તમાહ ગુણુસ્થાન. (૧૨) ક્ષીણમાહ ગુણુસ્થાન. (૧૩) સપ્ટેાગી ગુણુસ્થાન. (૧૪) અયાગી ગુણસ્થાન.
ચૌદ ગુણસ્થાનનું સ્વરૂપ
Jain Education International
(૧) મિથ્યાદષ્ટિ ગુણસ્થાન :મિથ્યાત્વ–માહનીય કર્મના ઉદ્દયથી જે જીવની દૃષ્ટિ (રુચિ, શ્રદ્ધા, માન્યતા) મિથ્યાઊલટી–વિપરીત થઈ જાય છે તે જીવ' મિથ્યાદષ્ટિ કહેવાય છે.
જેમ ધતુરાનાં બીજ ખાવાવાળાને સફેદ વસ્તુ પણ પીળી દેખાય છે તેમ મિથ્યાત્વી જીવ, જેનામાં દેવનું લક્ષણ નથી એવા દેવને પરમાત્મા માને છે; જેનામાં ગુરુનુ` લક્ષણ
For Private & Personal Use Only
www.jainelibrary.org