________________
૨૮૨ ]
ध्यानविचार-सविवेचन જ નથી. શ્રી તીર્થંકર પરમાત્માએ “જ્ઞાત્રિાખ્યાં મોક્ષ” એટલે કે જ્ઞાન અને ક્રિયા બનેથી મેક્ષ બતાવ્યું છે.
એકાન્ત અક્રિયાવાદ – સ્વરૂપ અને ભેદ જીવાદિ પદાર્થોના એકાન્ત નિષેધ જે વાદમાં કર્યો છે તથા તેની ક્રિયા, આત્મા, કર્મબન્ધ, કર્મફળ આદિનો પણ જેમાં સર્વથા અપલાપ કરવામાં આવ્યા છે તેને “અક્રિયાવાદી કહે છે.
અકિયાવાદીના ૮૪ ભેદ આ પ્રમાણે છે :
જીવ આદિ સાત પદાર્થોને કમશઃ ન્યાસ કરી તેની નીચે “સ્વતઃ” અને “પરતઃ” -આ બે ભેદ મૂકવા. પછી ૭૪૨=૧૪ પદોની નીચે કાલ, યદચ્છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા–આ છ પદ રાખવાં.
જેમકે (૧) જીવ સ્વતઃ યદ્દચ્છાથી નથી. (૨) જીવ પરતઃ યદરછાથી નથી. (૩) જીવ સ્વતઃ કાલથી નથી. (૪) જીવ પરતઃ કાલથી નથી. આ રીતે નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા સાથે પણ પ્રત્યેકના બે-બે ભેદ થાય છે. આમ જીવાદિ સાત પદા. ર્થોના સાત સ્વતઃ, પરતઃ ના બે અને કાલ આદિના છ ભેદ મેળવવાથી કુલ ૭૪૨=૧૪, ૧૪૪ ૬=૮૪ ભેદ થાય છે.'
એકાન્ત અક્રિયાવાદના દોષ લોકાયતિક, બૌદ્ધ અને સાંખ્ય-આ ત્રણ દર્શન મુખ્યતયા એકાન્ત અક્રિયાવાદી છે. લોકાયતિક-મત આમાનો સર્વથા નિષેધ કરે છે. એમના મતે આત્મા જ નથી, તે પછી તેની ક્રિયા અને ક્રિયાજન્ય કર્મબન્ધ આદિ કયાંથી ઘટે ?
બદ્ધ-મત સર્વ પદાર્થોને ક્ષણિક માને છે. ક્ષણિક પદાર્થોમાં ક્રિયા થવાની કઈ સંભાવના નથી માટે એ પણ અક્રિયાવાદી છે, તેથી એમના ક્ષણિકવાદ અનુસાર ભૂત અને ભવિષ્યની સાથે વર્તનાન ક્ષણને કેઈ સંબંધ હેતે નથી. સંબંધ ન હોવાથી ક્રિયા થતી નથી અને ક્રિયા ન થવાથી ક્રિયાજન્ય કર્મબન્ધ પણ થતું નથી. - સાંખ્ય-મતમાં આત્માને સર્વવ્યાપી માનેલો હોવાથી અક્રિય કહે છે. તેથી તે પણ હકીકતમાં આક્રયાવાદી છે.
એકાત અજ્ઞાનવાદ – સ્વરૂપ અને ભેદ જે, જ્ઞાનને માનતા નથી અર્થાત્ અજ્ઞાનને જ કલ્યાણકારી સમજે છે તે, અજ્ઞાનવાદી છે. અજ્ઞાનીઓના ૬૭ ભેદ આ પ્રમાણે છે –
જીવાદિ નવ તત્તનો ક્રમશઃ ઉલેખ કરીને તેની નીચે ૭ ભંગની સ્થાપના કરવી. ૧. સૂત્રકૃતાકૂ ર. ચું. વત્રાં ૨૦૮, નિયુકિત જાથા--૧૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org