________________
૨૧૦]
શત્ર–જીવ સંકટ ઊભાં કરીને કર્મક્ષયમાં સહાયક નીવડવા દ્વારા ઉપગ્રહ કારક નીવડે છે.
ઉદાસીન-જીવ અંતરાય ન કરવા દ્વારા ઉપગ્રહકારક નીવડે છે આ રીતે “પરોપઘણો ઝીવાના” સૂત્ર સર્વાશે યથાર્થ પુરવાર થાય છે.
જીવના આ આગવા સ્વભાવનો સ્પષ્ટ નિંદેશ કરવા માટે સૂત્રમાં ફરીથી “ઉપગ્રેડ શબ્દનું ગ્રહણ થયું છે, અને સહુથી વધુ ઉપકાર ધર્મોપદેશ દ્વારા થાય છે – તે બતાવવા ભાષ્યમાં “ઉપદેશ’ શબ્દને સાક્ષાત્ પ્રયોગ કરવામાં આવ્યું છે.
પ્રશ્નઃ અહિતનો ઉપદેશ અથવા અહિતકર હિંસાદિ અનુષ્ઠાન દ્વારા ઉપકાર શી રીતે થાય ?
ઉત્તરઃ અહીં “ઉપગ્રહ” ( ઉપકાર ) શબ્દ નિમિત્તવાચી છે, તેથી ઉપદેશ આદિ જેવાં હોય છે – તે મુજબનું પરસ્પર હિત અને અહિત થાય છે.
સર્વ જીવો પરસ્પર ઉપકાર કરે છે. તેને તાત્પર્યર્થ એ છે કે સર્વ જીવોને એકબીજાના અનુગ્રડ (હિત) અને ઉપઘાત (અહિ)માં નિમિત્તભૂત બનવાને સ્વભાવ છે
-: જીનો સંબંધ :વ્યક્તિની અપેક્ષાએ જીવે અનંત છે, છતાં જીવત્વ જાતિની અપેક્ષાએ જીવ માત્ર એક છે. “જે શાળા” –“આત્મા એક છે.'
આ સૂત્ર-પંક્તિ સર્વ જીવમાં જીવત્વ એક સરખું હોવાથી એ સ્વરૂપ–સાદશ્યની અપેક્ષાએ સર્વ જી એક છે – એમ જણાવે છે
“ઘરોઘો રીવાના” આ સૂત્રમાં પ્રયુક્ત “પરસ્પર ” શબ્દ અત્યંત માર્મિક છે. અને તેનો અર્થ એ છે કે – પ્રત્યેક જીવન, બીજા સર્વ જીવો સાથે જીવવ-જાતિને એક શાશ્વત સંબંધ રહેલો છે. તેથી એક જીવ, બીજા જીવ સાથે હિત કે અહિતને જે વિચાર કે વર્તાવ કરે છે, તેવા પ્રકારનું હિત કે અહિત તે જીવનું થાય છે
અહીં એ ખાસ નેધવાનું કે જીવને મૂળ સ્વભાવ ઉપકારક જ છે, અનુપકારક વલણ યા વર્તાવનું કારણ કર્મવશતા છે, અર્થાત્ જેવો સ્વભાવ સિદ્ધ ભગવંતને છે, તેવી જ સ્વભાવ (મૂળ) જીવને છે. અનુપકારક વલણ આદિ વિભાવ–દશા–જન્ય છે.
આ સ્પષ્ટતા એટલા માટે કરી છે કે પ્રત્યેક સાધકને પોતાના આત્માના મૂળ સ્વભાવનું ભાન રહે.
-: નિમિત્તની આવશ્યકતા :ઉપાદાન કારણની જેમ નિમિત્ત કારણની પણ કાર્યની ઉત્પત્તિમાં જરૂર પડે છે. કોઈ પણ કાર્ય, નિમિત્ત વિના એકલા ઉપાદાનથી સિદ્ધ થતું નથી. ઉપાદાનમાં કાર્યશીલતા નિમિત્તના ગે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org