________________
ध्यानविचार-सविवेचन અસંખ્ય શાશ્વત ચૈત્ય અને જિનબિંબ છે- આ બધાં ચૈત્ય કયાં કયાં છે અને “એક એક ચૈત્યમાં કેટકેટલી પ્રતિનિાઓ છે, તેની માહિતી ગ્રન્થાંતરથી–ગુગમથી જાણી લેવી.
સિદ્ધ પરમાત્માઓને સ્વરૂપના ચિંતનની જેમ સિહાયતન–શાશ્વત જિન-પ્રતિમાઓ અને તેના રૌનું ચિંતન કરવાના વિધાન પાછળ વિશિષ્ટ રહસ્ય છુપાયેલું છે. સિદ્ધ પરમાત્માની પ્રતિમા, સિદ્ધ-સ્વરૂપને સાક્ષાત્કાર કરાવે છે.
સિદ્ધ સ્વરૂપનું ચિંતન : અગાઉ સિદ્ધિ અને પરમસિદ્ધિ ધ્યાનમાં સિદ્ધ પરમાત્માના સ્વરૂપ વિષે થોડોક વિચાર પ્રસ્તુત થયેલ છે. અહી' સિદ્ધ સ્વરૂપના ચિંતનનું વિશિષ્ટ મહત્તવ અને ફળ બતાવવા માટે જ વિશિષ્ટ નિર્દેશ કર્યો છે.
મેક્ષનું સ્વરૂપ : સર્વ કર્મને સંપૂર્ણ ક્ષય થવો એનું નામ મોક્ષ છે. •
જ્ઞાનાવરણયાદિ આઠ મૂળ કર્મ છે. તેના પેટા ભેદ એક અઠ્ઠાવન છે, બંધ, ઉદય, ઉદીરણા અને સત્તારૂપે તે પ્રત્યેક સંસારી જીને વળગેલાં હોય છે. પરંતુ ચોદ ગુણ સ્થાનકની અપેક્ષાએ તેને ક્રમશઃ ક્ષય થતું જાય છે; ચૌદમા ગુણ સ્થાનકના અંતિમ સમયે શેષ સર્વ કર્મોને સંપૂર્ણ ક્ષય થવાથી આત્મા મુક્ત થાય છે, તે તેને મોક્ષ કહેવાય છે.
મુક્ત અવસ્થામાં આત્મા સંપૂર્ણ શુદ્ધ-સહજ સ્થિતિને પ્રાપ્ત કરે છે અને એ સ્થિતિ શાશ્વત હોય છે.
સિદ્ધ પરમાત્મા : મિક્ષપદ કહે, મુક્તાત્મા કહે કે સિદ્ધત્વ કહો – એ બધા શબ્દ આત્માની સહજ શુદ્ધ ચિદાનંદપૂર્ણ અવસ્થાના સૂચક છે.
આ અવસ્થાનું પૂર્ણ નિરૂપણ શબ્દાતીત છે, કેવળ અનુભવ ગમ્ય છે. અહીં તે શાસ્ત્રની આંખે જોઈને તેનું યતિક’ચિત્ સ્વરૂપ વર્ણવ્યું છે.
ભવ્યત્વ અને પશમિક આદિ ભાવોને સર્વથા અભાવ થવાથી, આત્મા કેવળ સમ્યફ, કેવળજ્ઞાન અને સિદ્ધત્વને પામે છે.
આત્મા એક દ્રવ્ય છે. દ્રવ્ય, ગુણ-પર્યાય યુક્ત હોય છે, ગુણ અને પર્યાય એ પિતાના આશ્રય-આધાર વિના એકલા રહી શકતા નથી.
કુતર્મજ્ઞો મોક્ષ : || રૂ-૧૦ || —તવાર્થ સૂત્ર. . . औपशमिक आदिभव्यत्वाभावाच्चान्यत्र केवल सम्यक्त्व ज्ञान दर्शनसिद्धत्वेभ्यः ।
૪-૧૦ | -તત્વાર્થ સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org