________________
ध्यानविचार-सविवेचन
[ ૨૨૨ એટલે પ્રત્યેક મુમુક્ષુ આત્માની એ ફરજ છે કે તે અન્ય સર્વ જીવોને પોતાના ઉપકારી સમજી તેમના ઉત્કૃષ્ટ મંગલના હેતુને પણ ધર્મસાધનાના અંગભૂત બનાવે. મુક્તિના મર્મને આત્મસાત્ કરવામાં જ તેનું યથાર્થ બહુમાન છે.
સિદ્ધોના ગુણની અનંતતા સિદ્ધાત્માઓનું સુખ કેટલું અને કેવું છે તેનું વર્ણન કેવળી ભગવંતા પણ સ્વમુખે કરી શકતા નથી.
શુદ્ધાત્માનું સુખ, અતીન્દ્રિય, અવાગ્ય, અનુપમ, અક્ષય, અનંત અને અવ્યાબાધ સ્વરૂપવાળું છે.
અસંખ્ય પ્રદેશાત્મક આત્માના એક એક પ્રદેશે અનંતા ગુણો રહેલા છે. '
સિદ્ધ ભગવંતે અવ્યાબાધ સુખ, અનંત જ્ઞાન-દર્શન, અનંત ગુણ, અનંત દાન, અનંત ગુણને લાભ, અનંત પર્યાયને ભેગ, અનંત ગુણેનો ઉપભોગ, અનંત ગુણેમાં રમણ, અનંત વીર્યના સહકારથી નિરંતર સમયે સમયે કરીને, ભિન્ન-ભિન્ન ગુણેમાં આનંદને આસ્વાદ અનુભવતા હોય છે. તેઓ નિરંજન, અરૂપી, નિરાકાર, અગુરુ લઘુ અને અક્ષય સ્થિતિવાળા હોય છે.
જગતના ઈષ્ટ-શુભ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા ભિન્ન-ભિન્ન પદાર્થોના શ્રવણ, દર્શન, આસ્વાદ, સુગંધ અને સ્પર્શન વડે પિતાપિતાની અચિ મુજબ અહર્નિશ ભિન્ન-ભિન આનંદને આસ્વાદ કરતા હોય છે. એ જ રીતે સિદ્ધ પરમાભાઓ પણ પગલિક પદાર્થોના વિષયેના આધાર વિના જ સ્વાધીને અને સહજ એવા પિતાના અનંત ગુણ-પર્યાયના ભક્તા હોય છે. તે અનંત ગુણોના આનંદને આસ્વાદ પણ અનંત હોવાથી સિદ્ધ પરમાત્મા પરમાનંદી છે. તેમના ગુણોની અનંતતા, નિર્મળતા અને પૂર્ણતાનું જ્ઞાનશ્રદ્ધાન થવું પણ દુર્લભ છે, તે તેની પ્રાપ્તિ દુર્લભતર અને દુર્લભતમ હેય તેમાં શી નવાઈ ?
સિદ્ધિના સુખની પરાકાષ્ઠા સાંસારિક સુખમાં અનુત્તરવાસી સર્વાર્થસિદ્ધના દેવેનું સુખ સૌથી ચઢિયાતું હોય છે. તેના કરતાં વિરતિવંત સાધુનું સુખ અનંતગણું છે. તેમાં પણ ક્ષપકશ્રેણિને પ્રાપ્ત થયેલા ધ્યાનનું સુખ અનંતગણું છે, તેનાથી ક્ષીણહી મુનિનું સુખ અનંતગણું છે અને તેના કરતાં પણ સિદ્ધ પરમાત્માનું સુખ અનંતગુણું છે.
આવું નિરુપમ, નિરાબાધ, અનંત સુખ, દરેક સંસારી જીવને સત્તામાં રહેલું જ છે. કર્મોથી આચ્છાદિત થયેલું આ સુખ, જીવ આત્મિક વિકાસની ભૂમિકાઓમાં
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org