________________
ध्यानविचार-सविवेचन
[ ૨૬૭ સંસારી અવસ્થામાં કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ ગુણે પ્રચ્છનરૂપે પણ આત્મામાં જ રહેલા હતા-કર્મો વડે ઢંકાયેલા હતા. તે આવરણે સર્વથા ખસી જતાં આત્માના તે ગુણે ક્ષાયિકભાવે પ્રગટ થાય છે તેમજ સ્થિરતારૂપે ચારિત્ર આદિ શેષ ગુણ પણ “સિદ્ધત્વ'માં સમાયેલા જ છે.
આત્માનું સ-ચિત-આનંદમય સ્વરૂપ આ અવસ્થામાં સદાકાળ માટે પ્રગટ રહે છે. કમને સર્વથા અભાવ થઈ જવાથી સિદ્ધ પરમાત્મા પિતાની સહજ સ્થિતિમાંથી કદાપિ ચુત થતા નથી.
સિદ્ધોનું અવસ્થાન ક્ષેત્ર સર્વ કર્મોના બંધનમાંથી સર્વથા મુક્ત બનેલા સિદ્ધ આત્માઓ, આકાશ પ્રદેશની સમ-શ્રેણિએ અન્ય પ્રદેશને સ્પર્યા વિના એકસમય માત્ર કાળમાં સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે.
આ સિદ્ધશિલા શુદ્ધ સ્ફટિક જેવી નિર્મળ છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં “ઈષત પ્રાગભારા પૃથ્વી' ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની લંબાઈ અને પહોળાઈ પિસ્તાળીસ લાખ જનની છે. લોકના અગ્રભાગે છેલ્લા એક જન ઉપર તે આવેલી છે. લેકના અંતભાગને સ્પર્શીને સર્વ સિદ્ધાત્માએ આ સિદ્ધશિલા ઉપર પ્રતિષ્ઠિત થાય છે.
અવગાહના : સિદ્ધાત્માઓની અવગાહના એટલે કે તેમના આત્મ-પ્રદેશની રચનાની ઊંચાઈ કેટલી હોય છે? તો કહે–તેમના ચરમ શરીરનું જે પ્રમાણ હોય છે, તેનાથી ૨/૩ (બે તૃતીયાંશ) ભાગની સિદ્ધોની અવગાહના હોય છે.
માનવ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના-ઊંચાઈ ૫૦૦ ધનુષની હોય છે, તેની અપેક્ષાએ સિદ્ધાત્મા ૩૩૩ ૧/૩ ધનુષ જેટલા ભાગમાં રહે છે. જઘન્યથી ચરમશરીરી માનવ શરીરની ઊંચાઈ બે હાથની હોય છે. તેની અપેક્ષાએ સિદ્ધોની અવગાહના એક હાથ અને આઠ અંગુલની હેય છે.
જિહાં એક સિદ્ધાત્મા, તિહાં છે અનંતા.”
જે આકાશ-પ્રદેશોમાં એક સિદ્ધાત્માનું અવસ્થાન છે, તે જ આકાશ પ્રદેશોમાં અનંતા સિદ્ધાત્માઓ તેમજ તેમના દેશ અને પ્રદેશને સ્પશીને રહેલા સિદ્ધાત્માઓ અસંખ્ય ગુણ હોય છે.
જેમ મનુષ્યોના રહેઠાણનું ક્ષેત્ર અઢી દ્વિપ છે, તેમ મોક્ષ પ્રાપ્તિનું ક્ષેત્ર પણ અઢી દ્વિપ જ છે. અઢી દ્વિપ સિવાય બીજા એક પણ ક્ષેત્રમાંથી કઈ પણ જીવ મોક્ષમાં જાતે નથી–આ એક સનાતન નિયમ છે અને તેને લઈને જ અઢી દ્વિપ અને સિદ્ધશિલા બંનેની પહોળાઈ પિસ્તાળીશ લાખ યોજન પ્રમાણની એક સરખી જ છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org