________________
ध्यानविचार-सविवेचन
(૫) આશ્રવ તત્ત્વની ચિંતા ? કર્મને આવવાનાં દ્વાર એ આશ્રવ તત્વ છે. તેના મુખ્ય પાંચ ભેદ છે : (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. પ્રાણાતિપાત આદિ
અઢાર પાપસ્થાનક, સત્તર અસંયમ અને પચીસ કિયાએ આદિ-આ પાંચ મુખ્ય ભેદને જ વિસ્તાર છે. તેનું ચિંતન –એ આશ્રવ તત્ત્વની ચિંતા છે.
(૬) સંવર તત્વની ચિંતા ? આવતાં કમેને અટકાવવા એ સંવર તત્ત્વ છે પાંચ સમિતિ, ત્રણ ગુમિ, બાવીસ પરિષહજય, દસ યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર વડે આત્મ-પ્રદેશોની અંદર દાખલ થતાં કર્મો અટકી જાય છે ; કર્મ નિરોધના સ્વરૂપ વગેરેની વિચારણા એ સંવર તત્વની ચિંતા છે.
(૭) નિર્જરા તવની ચિંતા : પૂર્વોપાર્જિત કમેને અંશે–અંશે ક્ષય થવો એ નિર્જરા તત્ત્વ છે. છ બાહ્ય અને છ અત્યંતર – એમ કુલ બાર પ્રકારનાં તપ વડે કર્મોની નિર્જરા થાય છે. બાર પ્રકારનાં તપનું સ્વરૂપ તથા તેના મહિમા વગેરેની વિચારણુ એ નિર્જરા તત્ત્વની ચિંતા છે.
(૮) બંધ તત્ત્વની વિચારણું : દૂધ અને પાણીની જેમ જીવ અને કમને પરસ્પર સંબંધ કે – એ બંધ છે. કર્મના મૂળ આઠ અને ઉત્તર એક અઠ્ઠાવન ભેદો તથા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ વગેરેનું સૂક્ષમ સ્વરૂપ ચિતવવું એ બંધ તત્ત્વની ચિંતા છે.
(૯) મેક્ષ તત્વની ચિંતા ? સર્વ કર્મોને સમૂળ ઉચ્છેદ થવાથી આત્માના સર્વ ગુણોનો આવિર્ભાવ થ એ મેક્ષતત્વ છે. “સત્પદ પ્રરૂપણું આદિ દ્વારા મેક્ષના સ્વરૂપને વિચાર કરે એ મેક્ષ - તત્ત્વની ચિંતા છે.
પૂર્વે બતાવેલી આઠ પ્રકારની ચિંતાઓમાં પ્રથમ તત્ત-ચિંતા અને પરમતત્વ-ચિંતા બતાવવાનું કારણ એ જ છે કે – શેષ સર્વ ચિંતાઓને સમાવેશ તેમાં થયેલે છે, છતાં શુદ્ધિ અને અશુદ્ધિની અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાનકથી લઈ સિદ્ધ અવસ્થા સુધીના જીવોની વિશુદ્ધિના તારતમ્ય વગેરેનું ચિંતન કરવા માટે શેષ સર્વ ચિંતાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમજ સમ્યગૂ દર્શનાદિ તે-તે ગુણસ્થાનકની વિશેષ વિશુદ્ધિનું તારતમ્ય વિચારવાનું વિધાન કરાયું છે. : આ બંને ચિંતાઓ દ્વારા સમગ્ર દ્રવ્યાનુયોગનું ચિંતન કરવાનું સૂચન ગર્ભિત રીતે ગ્રન્થકાર મહર્ષિએ કર્યું હોય, એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org