________________
[ રવાડે
ध्यानविचार-सविवेचन છે. સ્વરૂપથી સર્વ જી સદશ છે. જે સ્વભાવ સિદ્ધ–પરમાત્માનો છે, તે જ સ્વભાવ સર્વ-જીવોનો છે. એથી જ જે યોગી પુરુષો સચ્ચિદાનંદમય સ્વ-સ્વભાવમાં મગ્ન હોય છે, તેઓ સર્વ જીવોને પણ સચ્ચિદાનંદ સ્વરૂપે જુએ છે.
દ્રવ્યરૂપે આત્મા, પરમાત્મા સ્વરૂપ જ છે, સર્વ જીવોના આઠ ચક પ્રદેશ સદા કર્મરહિત–નિરાવરણ હોવાથી સિદ્ધ સદેશ શુદ્ધ છે, અર્થાત્ જીવ માત્રમાં પરમાત્મશક્તિ રહેલી છે, તેને ઉપાદાન શક્તિ કહે છે.
જીવના ચૌદ સ્થાન-ભેદ, ચૌદ ગુણસ્થાન, ચૌદ માગંણ * – આ સર્વ જીવનાં પરિણામ છે, જીવની અવસ્થાઓ છે-તે બદલાયા કરે છે, પણ જીવ કદી બદલાતે નથી. તેને શુદ્ધ શાકભાવ સદા એક સ્વભાવવાળો છે. •
શુદ્ધ નયની દષ્ટિએ ઉપરોક્ત સર્વ અવસ્થાઓ કમજન્ય હોવાથી ઉપાધિરૂપ છે. જીવ સ્વયં સકળ ઉપાધિ એથી રહિત, નિષ્કલ અને શુદ્ધ સ્ફટિક સંદેશ નિર્મળ છે.
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા – આ ત્રણે આત્માની જ અવસ્થાઓ છે.
અંતરાત્મભાવ વડે બહિરામભાવનો ત્યાગ કરીને પ્રચ્છન્ન પરમાત્મભાવને પ્રગટ કરી શકાય છે, પામી શકાય છે.
આત્મામાં પરમાત્મા બનવા ગ્યતા રહેલી છે. તેથી જ આત્મા જ્યારે પરમાત્મા સાથે એકત્વ ભાવનાથી ભાવિત બની સમાપત્તિ સિદ્ધ કરે છે, ત્યારે પરમાત્મતુલ્ય પિતાની આત્મશક્તિને જાણે છે. (જે આત્મા આ પરમાત્મભાવનાને “વિષય નથી બનતો, તેને આ તાત્વિકી સમાપત્તિ થતી નથી.)
પરમાત્મ-ધ્યાનના પ્રભાવે અવિદ્યા–મિથ્યા મેહનો નાશ થવાથી, પ્રત્યેક અવસ્થામાં પ્રચ્છન્નરૂપે રહેલી પરમાત્મશક્તિનું જ્ઞાન થાય છે.
* ચૌદ માગંણા-જીવોની બાહ્ય અને આંતરિક જીવન સંબંધી અનંત ભિન્નતાઓનું એક બુદ્ધિગમ્ય વર્ગીકરણ, તેને માગણી કહે છે. તે મુખ્ય ૧૪ માર્ગણિઓ નીચે મુજબ છે :
(૧) ગતિ, (૨) ઈન્દ્રિય, (૩) કાય, (૪) યોગ, (૫) વેદ, (૬) કષાય, (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) લેશ્યા, (૧૧) ભ૦૧, (૧૨) સમ્યફ, (૧૩) સંસી, (૧૪) આહારક.
ગતિ આદિ ચાર અવસ્થાઓને લઈને જીવમાં ગુણસ્થાન આદિની માગણી એટલે કે વિચારણા કરવામાં આવે છે, તે અવસ્થાઓને માર્ગણ કહે છે. ૦ નવરથાનાનિ સળિ, ગુરથાનાનિ ના
परिणामा विवर्तन्ते, जोवस्तु न कदाचन ॥ २९ ॥ उपाधिः कर्मणैव स्या-दाचाराऽऽदौ श्रुतं ह्यदः । विभवानित्यभावेऽपि, ततो नित्यस्वभाववान् ॥३०॥
–. . ૬૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org