________________
૨૪૮]
ध्यानविचार-सविवेचन અને અનિવૃત્તિકરણમાં પણ પૂર્વ-પૂર્વના સમય કરતાં પછી–પછીના સમયે ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ અધિક આત્મવિશુદ્ધિ હોય છે. વિશુદ્ધિની વૃદ્ધિને આ કમ ત્રણે કરણના ચરમ સમય સુધી હોય છે.
યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ આ બે કરણમાં એક સાથે પ્રવેશ કરનારા છામાં પણ પરસ્પર વિશુદ્ધિનું તારતમ્ય હોય છે. કેઈ જીવ જ ઘન્ય વિશુદ્ધિવાળા હોય છે, કોઈ મધ્યમ અને કોઈ ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળો હોય છે. વિશુદ્ધિના આ તારતમ્યને સામાન્ય રીતે છ વિભાગમાં વહેંચી શકાય છે, જેને ષટ્રસ્થાન-પતિત–વિશુદ્ધિ કહે છે તે આ રીતે --
કઈ એક જીવનું વિશુદ્ધિ સ્થાન બીજા જીવન વિશુદ્ધિ સ્થાન કરતાં (૧) અનંતભાગ અધિક, (૨) અસંખ્યાતભાગ અધિક અને (૩) સંખ્યાતભાગ અધિક હોઈ શકે છે. તેમજ (૪) સંખ્યાતગુણ અધિક, (૫) અસંખ્યાતગુણ અધિક અને (૬) અનંતગુણ અધિક પણ હોઈ શકે છે.
ત્રીજા અનિવૃત્તિકરણમાં વિશુદ્ધિનું આવું તારતમ્ય હોતું નથી. આ ત્રીજા કરણમાં પ્રવેશ પામેલા, સમાન સમયે રહેલા સર્વ જીવોના અધ્યવસાય અને વિશુદ્ધિસ્થાન પરસ્પર સમાન જ હોય છે. અનંત ભાગ અધિક આદિ કોઈ ભેદ તેમનામાં લેતા નથી. ' ઉપશમ અને ક્ષેપક શ્રેણિમાં થતાં અપૂર્વકરણ વગેરેનું વિશેષ સ્વરૂપ પણ કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ ગ્રન્થોથી જાણી લેવું.
આ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ઉત્તરોત્તર સ્થિર અને વિશુદ્ધ અથવસાય-પરિણામ સ્વરૂપ હોવાથી ધ્યાનામક છે – એમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તેમાં બતાવેલા વિશુદ્ધિના તારતમ્યને વિચાર કરવાથી ધ્યાનના બહુસંખ્ય ભેદ-પ્રભેદને વિસ્તાર પણ સારી રીતે ઘટી જાય છે અને ‘ગ અસંખ્ય જિન કહ્યા” - આ પંક્તિનું તાત્પર્ય પણ હૃદયંગમ બને છે.
આ રીતે આઠ કરણેનાં આલંબને સ્થામયોગને પ્રાદુર્ભાવ થવાથી તેના દ્વારા આત્મા પિતાના પ્રદેશમાં વ્યાપીને રહેલા કર્મલિકેને ખેંચી લાવે છે અર્થાત્ અલ્પ કાળમાં સરલતાથી ખપી જાય તેવી ભૂમિકાવાળા કરે છે.
(૪) ઉત્સાહ, (૫) પરાક્રમ અને (૬) ચેષ્ટાયોગનાં આલંબને ? મૂળપાઠ-૩સ્સારા કોશવસ્તુત્તિત્તા !
पराक्रमस्य अधोलोकचिन्ता । चेष्टायाः तिर्यग्रलोकचिन्तनम् ।। અર્થ –ઊર્વીલેકમાં રહેલી વસ્તુઓની ચિંતા તે – ઉત્સાહનું આલંબન છે. અલકમાં રહેલી વસ્તુઓની ચિંતા તે – પરાક્રમનું આલંબન છે. તિલકમાં રહેલી વસ્તુઓની ચિન્તા તે – ચેષ્ટાનું આલંબન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org