________________
૨૧૨ ].
ध्यानविचार-सविवेचन ત્યાર પછી ઉપરાઉપરી રહેલા “નવ રૈવેયકનાં વિમાનો છે. તે નવેના નવ પ્રતર જ છે. ત્યાર પછી ઉપર જતાં સરખી સપાટીએ રહેલાં પાંચ “અનુત્તર’નાં વિમાને છે. આ પાંચનો પ્રતર એક જ છે. - આ પાંચ વિમાનમાંથી વિજ્ય, વૈજયંત, જયંત અને અપરાજિત – આ ચાર વિમાન ચારે દિશામાં છે અને પાંચમું “સર્વાર્થસિદ્ધ વિમાન મધ્યમાં છે. આ બધાં વિમાનમાં વસનારા દે “વૈમાનિક' કહેવાય છે. તેમના ભેદ-પ્રભેદ વગેરેની વિશેષ માહિતી ગુરુગમ દ્વારા જાણી લેવી.
અધ, મધ્ય અને ઊર્વ – આ ત્રણે લોક મળી ચૌદ રાજ પ્રમાણને “લકપુરુષ છે. આ ચૌદ રાજની ગણતરી અને વ્યવસ્થા આ રીતે છે.
મેરુપર્વતના મધ્યભાગમાં ગેસ્તનાકારના ચાર ઉપર અને ચાર નીચે એમ આઠ સૂચક પ્રદેશો છે. ત્યાંથી કઈક ન્યૂન સાત રાજપ્રમાણુ ઊંચે ઊર્વલોક છે અને કંઈક અધિક સાત રાજપ્રમાણ નીચે અધોલેક છે. આ બંને મળી ચૌદ રાજપ્રમાણ ઊંચાઈ વાળ કાકાશ છે.
-- અધોલેકની વ્યવસ્થા -- (૧) રત્નપ્રભા પૃથ્વીના ઉપરના પ્રતરથી શર્કરપ્રભાના ઉપરના પ્રતર સુધી એક રજજુ. તેમાં રત્નપ્રભા પૃથ્વીથી, ઘનેદધિ, ઘનવાત, તનવાત અને આકાશ અનુક્રમે નીચેનીચે રહેલા છેઆ રીતે પ્રત્યેક નરક પૃથ્વીમાં સમજવું.
(૨) શરામભાના ઉપરના પ્રતરથી લઈ, વાલુકાપ્રભાના ઉપરના પ્રતર સુધી એક બીજે રજજુ. . (૩) વાલુકાપ્રભાના ઉપરના પ્રતરથી લઈ પંકપ્રભાના ઉપરના પ્રતર સુધી એક ત્રીજે રજજુ.
(૪) પંકપ્રભાના ઉપરના પ્રતાથી લઈ ધૂમપ્રભાના ઉપરના પ્રતર સુધી એક એ રજજુ.
(૫) ધૂમપ્રભાના ઉપરના પ્રતરથી લઈ તમ:પ્રભાના ઉપરના પ્રતર સુધી એક પાંચમે રજજુ.
() તમ પ્રભાના ઉપરના પ્રતાથી લઈ તમઃ તમઃ પ્રભા પૃથ્વી સુધી એક છઠ્ઠો રજજુ.
(૭) તમ તમ પ્રભા પૃથ્વીથી લઈ લોકના છેડા સુધી એક સાતમે રજજુ.
આ પ્રમાણે સાત નરક પૃથ્વીઓ વડે અલેક કંઈક અધિક સાત રજજુપ્રમાણની ઊંચાઈમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org