________________
૨૪ ].
ध्यानविचार-सविवेचन શુદ્ધ આત્માની અચિત્ય શક્તિના સ્વાભાવિક આ પ્રભાવ ઉપર જેમ-જેમ ચિંતનમનન–ધ્યાન કેન્દ્રીભૂત થાય છે, તેમ-તેમ અભેદાનુભૂતિની કક્ષા પરિપકવ થાય છે, વિશ્વાત્મભાવની ભૂમિકા સુદઢ થાય છે, વિશ્વેશ્વર વીતરાગ પરમાત્માનું ધ્યાન લાગુ પડવા માંડે છે.
-: લોકસ્વરૂપના ચિંતનનું મહત્વ :ચૌદ રાજલોકનું તેમજ તેમાં રહેલા જીવાદિ દ્રવ્યોનું ચિંતન સંવેગ * અને વૈરાગ્ય આદિ ગુણોને પ્રગટાવે છે.
મુમુક્ષુ સાધકે જેના વડે પોતાની સમગ્રતાને નિત્ય ભાવિત કરવાની છે, તે બાર ભાવનાઓમાં “લેકસ્વરૂપ” ભાવનાને પણ સ્થાન છે.
સંસ્થાન વિશય ધ્યાનમાં પણ લેક સ્વરૂપનું ચિંતન કરવાનું વિધાન છે.
ભાવના સંવરરૂપ છે, જે આવતાં કર્મોને નિરોધ કરે છે અને ધ્યાન નિર્જરા રૂપ છે, જે જૂનાં કમેને ક્ષય કરે છે. - આ રીતે લકસ્વરૂપની વિચારણા દ્વારા તેમાં છુપાયેલાં તત્ત્વગર્ભિત ઊંડે રહસ્ય સ્પષ્ટ-સ્પષ્ટતર થતાં તે આધ્યાત્મિક સાધનાનું એક અંગ બની રહે છે.
: --- લોકસ્વરૂપના ચિંતનના મુદાઓ --
ક્ષિતિ–પૃથ્વી, વલય-ઘદધિ આદિ, દ્વિપ-જબુદ્ધિપ આદિ ભરતાદિ ક્ષેત્રો, લવણ સમુદ્ર આદિ સાગર, નરક-૨નપ્રભાદિ, વિમાન-જોતિષ આદિ દેવોનાં વિમાનો, ભવન-અસુરકુમાર આદિ ભવનપતિ દેનાં સાત કરોડ બેતેર લાખ ભવનો તેમજ આ પૃથ્વી વગેરે વસ્તુઓ.
લેકસ્વરૂપના ચિંતન માટે જરૂરી મુદ્દા ટાંકયા પછી ચિંતન કેમ કરવું તે જોઈએ ? - (૧) ઊર્વેલકમાં રહેલા દેવ અને તેમને રહેવાનાં વિમાનાદિનું સ્વરૂપ, તેમની સંખ્યા વગેરેનું ચિંતન કરવાથી “ઉત્સાહ યોગ વૃદ્ધિગત થાય છે. આ ઉત્સાહ, દબાયેલી આત્મશક્તિને પ્રગટ કરે છે.
. (૨) અધોલકમાં રહેલા ભવનપતિ નિકાયના દેવોને રહેવાના ભવનાદિ તથા નરકાવાસ વગેરેના ચિંતન વડે પરાક્રમ ગ વૃદ્ધિ પામે છે. ઉત્સાહરૂપ વીર્ય શક્તિના વિશેષથી ઉપર લઈ જવાયેલાં કમેને પાછાં નીચે લઈ આવનાર એક વિશિષ્ટ આત્મશકિતને પરાક્રમ” કહે છે.
- (૩) તિર્યગ્ન લેકમાં રહેલા દ્વિપ, સમુદ્ર વગેરેના ચિંતન વડે ચેષ્ટા” યોગ વૃદ્ધિ પામે છે. સ્વ-સ્વ સ્થાને રહેલાં કર્મોને તપેલા લોખંડના ભાજનમાં રહેલા પાણીની જેમ સૂકવી નાંખનાર એક વિશિષ્ટ આત્મશક્તિને “ચેષ્ટા કહે છે. ... ॐ जगत्कायस्वभावैः च संवेगवैराग्यार्थम् । --तत्त्वार्थसूत्र
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org