________________
૨૪]
ध्यानविचार-सविवेचन અને જીવાદિતત્વને વિચાર હોય તે ભાવ જ વિશુદ્ધિ-લબ્ધિ છે. કષા મંદ થવાથી વિશુદ્ધિ-લબ્ધિ થાય છે.
(૩) દેશના-શ્રવણું લબ્ધિ–ઉક્ત ભાવ દ્વારા જીવને મિક્ષમાર્ગમાં પરિણત આચાર્ય આદિ સદગુરુનો વેગ તથા સર્વજ્ઞ કથિત, ગુરુ-ઉપદિષ્ટ છ દ્રવ્ય અને જીવાદિ નવ પદાર્થ રૂપ ત પદેશને ગ્રહણ–ધારણ કરવાની જે શક્તિ પ્રાપ્ત થાય – તે દેશના શ્રવણ-લબ્ધિ છે.
આ લબ્ધિ જિનવચનની ગાઢ રુચિ સ્વરૂપ હોય છે. તે જેમ સદગુરુના ઉપદેશથી થાય છે, તેમ ઉપદેશ આદિ નિમિત્ત વિના પૂર્વભવના તથા સંસ્કારના બળે ભવપ્રત્યય રૂ૫ પણ હોય છે. તથા નરકાદિ ગતિમાં તે પૂર્વસંસ્કારથી જ હોય છે.
આ તોપદેશનું ગ્રહણ જીવને ભવાટવીમાં તથા તેની તત્ત્વજિજ્ઞાસાને શાન્તિ પ્રદાન કરનાર છે, તેનાથી તેને સ્વાત્મ સ્વરૂપમાં એકાગ્રતા ઉત્પન્ન કરવાને ભાવ જાગે છે.
(૪) પ્રાગ્ય-લબ્ધિ-જીવ પોતાના સ્વરૂપનું પરોક્ષજ્ઞાન મેળવીને તેના પ્રગટીકરણ માટે ભાવ કરે છે, સંકલ્પ સાથે તે દિશામાં પુરુષાર્થ સન્મુખ બને છે, ત્યારે જીવની કર્મ સત્તાની સ્થિતિ ક્ષય પામીને અન્તઃ કડા-કોડી સાગર પ્રમાણ જ શેષ રહી જાય છે. હવે જે નવીન બંધ પડશે તે પણ આવા વિશુદ્ધ ભાવોને લઈને એટલા જ પ્રમાણુવાળો પડશે. કેટલીક પાપ-પ્રકૃતિઓને બંધ અટકી જાય છે અને અશુભ કર્મ પ્રકૃતિને રસ (અનુભાવ) પણ ઘટી જાય છે. માત્ર બે સ્થાનિક રસમાં અવસ્થિત થઈ જાય છે. આવી અવસ્થા પ્રગટ થવી તે પ્રાગ્ય-લબ્ધિ છે. - આ ચાર લબ્ધિઓ ભવ્ય અને અભિવ્ય બનેને પ્રાપ્ત થઈ શકે છે. તેમાં ભવ્ય
જીવને શ્રદ્ધાદિ ગુણની પરિણતિ રૂપ વિશિષ્ટ પરિણમન થઈ શકે છે, જેમ મગના દાણામાં સીઝવાની યોગ્યતા હોય છે, તેથી તે કમશઃ સીઝીને પરિપકવ બને છે–તેમ ભવ્ય જીવ શ્રદ્ધાદિ ગુણને પરિપકવ બનાવી મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય જીવનું સત્તાએ સિદ્ધ સટશ સ્વરૂપ હોવા છતાં કોરડું, મગના દાણાની જેમ તેને તેવા પ્રકારની શ્રદ્ધાદિ ગુણેની પરિણતિ થતી નહીં હોવાથી કર્મક્ષય કરીને તે મુક્ત બની શકતો નથી.
આ ચાર લબ્ધિઓ પ્રાપ્ત થયા પછી પણ જીવને સમ્યકત્વ પ્રાપ્ત થઈ જ જાય એવો નિયમ નથી. આ ચાર લબ્ધિઓમાં ક્રમશઃ તત્વવિચાર વિકસતો જાય છે, છતાં તત્ત્વવિચારકને સમ્યક્ત્વ પ્રગટ થઈ જાય તે નિયમ નથી, કેમકે વિપરીત વિચાર ઉત્પન્ન થવાના કારણે કે ભિના વિચારોમાં અટવાઈ જવાના કારણે, તત્વની પ્રતીતિ અને તત્વનો નિર્ણય ન પણ થાય એ સંભવિત છે. તે આ સ્થિતિમાં સમ્યફવરૂપ તત્ત્વની અન્તઃરુચિ કઈ રીતે પ્રગટે યા ટકી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org