________________
[ ૨૪
ध्यानविचार-सविवेचन
પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્તિ મિક્ષનો માર્ગ જીવને અનાદિ કાળથી દુર્લભ છે. મિથ્યાત્વ આદિ દોષોને લઈને જીવ પિતાના સહજ-શુદ્ધ સ્વરૂપને જ જાણી શકતું નથી, તેની શ્રદ્ધા પણ કરી શકતો નથી. જૈન શાસનમાં સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્રના સમુદાયને મોક્ષમાર્ગ કહ્યો છે.
કારણ અને કાર્યને પરસ્પર સંબંધ છે. એક કાર્ય થવામાં અનેક કારણે મળે છે, ત્યારે તે કાર્ય થાય છે સમ્યદર્શન આદિ મોક્ષનાં ઉપાય-કારણ છે. આ સમ્યગ્ગદર્શન પણ “કાલ-લબ્ધિ” વિના થતું નથી. કઈ પણ કર્મસહિત ભવ્ય આમા વધારેમાં વધારે કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તકાલ શેષ રહે ત્યારે પ્રથમ સમ્યફવ પામવા યોગ્ય બને છે. પણ અધિક કાલ શેષ હોય તે બનતો નથી–આ એક કાલ-લબ્ધિ છે. બીજી કાલ-લબ્ધિઓને સંબંધ કર્મની સ્થિતિ સાથે છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મો બાકી રહ્યાં હોય કે કેડાડી સાગરોપમથી અધિક સ્થિતિવાળા કામે શેષ રહ્યાં હોય તે પ્રથમ સમ્યકૃત્વને લાભ થતું નથી. ભવની અપેક્ષાએ પણ કાલ–લબ્ધિ હોય છે. જે ભવ્ય છે, સંજ્ઞી છે, પર્યાપ્ત છે. પ્રતિ સમય અનંતગુણ વિશુદ્ધિ ધારક છે – તેને પ્રથમ સમ્યકૃત્વ પ્રાપ્ત થાય છે.
કાલ-લબ્ધિની જેમ બીજી પણ પાંચ લબ્ધિઓ “કમ પ્રકૃતિ માં બતાવી છે. સમ્યક્ત્વ પ્રાપ્તિની પૂર્વે યથા-પ્રવૃત્તિ આદિ ત્રણ કરણ કરવાનાં હોય છે. તે ત્રણ કરણની યોગ્યતા પાંચ લબ્ધિ દ્વારા પ્રગટે છે. તે પાંચ લબ્ધિઓ આ પ્રમાણે છે
પાંચ લબ્ધિઓ:-(૧) ક્ષયે પશમ, (૨) વિશુદ્ધિ, (૩) દેશના-શ્રવણ, (૪) પ્રાગ્ય અને (૫) ઉપશમ.
(૧) ક્ષપશમ-લબ્ધિ – સત્તામાં રહેલા કર્મોના અનુભાગ=રસસ્પદ્ધ કેની પ્રતિ સમય અનંતગુણહીન ઉદીરણા કરવી અર્થાત્ જે કાલમાં અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મસમૂહની પ્રતિ સમય અનંતગુણહીન ઘટતી એવી ઉદીરણા થાય તેને ક્ષયોપશમ-લબ્ધિ
જે લબ્ધિના પ્રભાવે તત્વનો વિચાર કરી શકાય તે જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષપશમ થાય છે.
(૨) વિશુદ્ધિ- લબ્ધિ–ઉક્ત ક્ષપશમ-લબ્ધિથી અશુભ કમેનો રસ ઘટવાથી સંકલેશની હાનિ અને તેની પ્રતિપક્ષી વિશુદ્ધિની વૃદ્ધિ થાય છે. તે પ્રથમ લબ્ધિથી જન્ય શાતા આદિ શુભકર્મોના બંધમાં નિમિત્તભૂત અને અશાતા આદિ કર્મોના બંધનો વિરોધી જે જીવને શુભ પરિણામ – તેની પ્રાપ્તિને જ વિશુદ્ધિ-લબ્ધિ કહેવાય છે.
જે ભાવમાં સંસાર પ્રત્યે નિર્વેદ-વૈરાગ્ય થાય છે અને જીવાત્મા, આત્મહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org