________________
ર૪૦ ]
ध्यानविचार-सविवेचन (૧) નિઃ સંકતા – “તમેવ સર્શ નિરર લં નિહિં ? “શ્રી જિનેશ્વર દેએ કહ્યું છે, તે જ સત્ય છે, શંકા વગરનું છે – એવી શાસ્ત્રવચનમાં દઢ શ્રદ્ધા રાખવી, જરા પણ શંકા ન કરવી તે પ્રથમ દર્શનાચાર છે.
(૨) નિષ્કાંક્ષતા- કાંક્ષા એટલે ઈચછા-અભિલાષા. શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અખૂટ શ્રદ્ધા કેળવવી. કેઈ અન્ય મતની, મિથ્યા દર્શનની અભિલાષા કરવી નહીં, તેમ જ ધર્મના બદલામાં કઈ પ્રકારના ભૌતિક ફળની ઈરછા કરવી નહીં. આ બંને પ્રકારની કાંક્ષા-ઇચ્છા ધ્યેયમાંથી વિચલિત બનાવે છે, માટે તેને ત્યાગ કરવો.
(૩) નિવિચિકિત્સા – હિતકારી વસ્તુમાં પણ તે હિતકર હશે કે કેમ ?' એવો મતિ વિભ્રમ થવે તે વિચિકિત્સા છે. જેમ જિનશાસન સર્વ હિતકર છે, ધર્મનું આરાધન સર્વ વાંછિત ફળ આપનાર છે, છતાં તેમાં પ્રવૃત્તિ કરવાથી “મને ફળ મળશે કે કેમ?—આ રીતે ધર્મના ફળમાં સંદેહ ઉત્પન્ન થવે તે વિચિકિત્સા છે, તેનાથી રહિત થવું તે નિવિ ચિકિત્સા છે.
નિર્વિવિચિકિત્સાને એક અર્થ છે – મુનિ મહાત્માઓનાં મલિન વસ્ત્ર, ગાત્ર આદિ જોઈ, તેની નિંદા, જુગુપ્સા-ઘણું ન કરવી અને બીજો અર્થ છે – ધર્મના ફળમાં સંદેહ ઉત્પન્ન કરી, ચલચિત્તવાળા ન થવું.
(૪) અમૂઢ દષ્ટિતા – જેનામાં સાચા બટાને પારખવાની દષ્ટિ ન હોય તે મૂઢદષ્ટિ કહેવાય છે. કેઈને બાહ્ય ઠઠારો, આડંબર, વાણી-વિલાસ કે ચમકારો જોઈ, તેના પ્રતિ મહિત ન થવું, પણ શ્રી જિનેશ્વર કથિત સત્ય માર્ગ ઉપર રિથર ચિત્ત રહેવું જિનશાસનની લોકોત્તરતામાં દઢ વિશ્વાસ રાખવે તે અમૂઢ દૃષ્ટિતા છે.
(૫) ઉપખંહણું – જિન શાસન, ચતુર્વિધ સંઘ, અને તેનાં સાધને–અનુષ્ઠાને વગેરેની સર્વાગ સુંદર વ્યવસ્થા, અદ્દભુતતાની પ્રશંસા કરવી, તથા ગુણ પુરુષના ગુણેની યેગ્ય પ્રશંસા કરવી–સમાનધમના ગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી.
(૬) સ્થિરીકરણ– ઘર્મમાર્ગથી વિચલિત થનારને ધર્મમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કર.
(૭) વાત્સલ્ય – સમાનધમી પર હૃદયથી પ્રેમ રાખવો, તેના પ્રતિ હિતનો ભાવ રાખવો, તથા જિન શાસનનાં પ્રત્યેક અંગ – સાધુ, સાદેવી, શ્રાવક, શ્રાવિકા, મંદિર, મૂર્તિ, આગમ, તીર્થો વગેરે પ્રતિ પ્રેમભાવ ધારણ કરવો.
(૮) પ્રભાવના – ધર્મને પ્રભાવ લેકના હૃદય પર પડે અને તેઓ ધર્માચરણ કરવાની ભાવનાવાળા થાય તેવાં કાર્યો કરવાં. તેમજ જિન શાસન પ્રત્યે લોકોને પ્રેમઆદર વધે તે રીતે શાસન ઉન્નતિનાં ઉત્તમ કાર્યો કરવાં.
દર્શનાચારના આ આઠ આચારોનું પાલન કરવાથી દર્શન-ગુણની પુષ્ટિ અને સ્થિરતા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org