________________
ઘરવિરાર-રવિવાર
२३९ જ્ઞાનાચારના આઠ પ્રકાર काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे ।। વંડળ-શરથ-તંતુમયે, સવિદો ના માયારો ? /
કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિન્યવન, વ્યંજન, અર્થ અને તદુભય – આ આઠ પ્રકાર જ્ઞાનાચાર છે.
(૧) કાલ – શાસ્ત્રોમાં બતાવેલા સ્વાધ્યાયના નિશ્ચિત સમયે શ્રુત-જ્ઞાનનું પઠન-પાઠન, પુનરાવર્તન વગેરે કરવું.
(૨) વિનય – જ્ઞાની, જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણ – પુસ્તક, પાનાં વગેરેને ઉચિત આદર કરવો, જ્ઞાનદાતા ગુરુનો વિનય કરવો – ઊભા થઈને સામે જવું, આસન આપવું, પ્રણામ-વંદન કરવાં, તેમની આજ્ઞાનું પાલન કરવું વગેરે.
(૩) બહુમાન – જ્ઞાની ગુરુ આદિ પ્રત્યે આંતરિક પ્રીતિ, પૂર્ણ સદભાવ, આદરભાવ રાખવાં.
(૪) ઉપધાન – જ્ઞાનની ઉપાસના માટે, સૂત્રોના પઠન-પાઠનના અધિકારી–પાત્ર બનવા માટે શાસ્ત્રકથિત તપોમય અનુષ્ઠાન કરવું.
(૫) અનિcવન – ગુરુ અને સિદ્ધાંત વગેરેનો અપલા૫ ન કરવો. જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય, તેનું નામ ન છુપાવવું. તે જ રીતે સિદ્ધાન્તને અ૫લાપ ન કરો, શાસ્ત્ર-વિરુદ્ધ પ્રતિપાદન ન કરવું.
(૬) વ્યંજન – સૂત્રોની અક્ષર-રચનાને વફાદાર રહેવું; સૂત્રમાં કાના, માત્રા અને અનુસ્વાર વગેરેને વધારો-ઘટાડો ન થાય; એક અક્ષર પણ આગળ-પાછળ ન થાય, તેવી પૂરી સાવધાનીપૂર્વક, સ્પષ્ટ અને શુદ્ધ સૂત્રોચ્ચાર કરો
(૭) અર્થ – શબ્દના બેધ્ય વિષયને “અર્થ' કહે છે; સૂત્રોના તાત્પર્યને, મૂળ ભાવને જાળવીને શબ્દને વાસ્તવિક અર્થ કરે – તે અર્થ શુદ્ધિ છે.
(૮) તદભય – શબ્દ અને અર્થ બન્નેની શુદ્ધિ જાળવી રાખવાપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરી, શાસ્ત્રોક્ત સત્યને જીવનમાં ભાવિત બનાવવું, અથાત્ આત્મસાત્ કરવું. જ્ઞાનના આ આઠ આચારો એ જ્ઞાને પાસનાનાં આઠ અંગ છે, તેનું પાલન કરવાથી જ્ઞાન-ગુણની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે.
દશનાચારના આઠ પ્રકાર निस्संकिअ निखिअ, निग्वितिगिच्छा अमूढदिवी अ ।
યૂહ-ચિરી , વછ૪-૫માવળે કટ્ટ | ૨ | નિઃસંકતા, નિષ્કાંક્ષતા, નિવિચિકિત્સા, અમૂઢ-દષ્ટિતા, ઉપભ્રંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના - આ આઠ પ્રકાર દર્શનાચારના છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org