________________
ध्यानविचार-सविवेचन
[ ૨૨૧ આ છેલા કરણ માં ધારણા” ને શેષ ત્રીજો ભેદ, વાસના” તેને અભાવ જણાવ્યું છે.
અહીં “ઉપયોગ” શબ્દથી વાસના” નું ગ્રહણ થયું છે. તેનું કારણ એ છે કે – કોઈ પણ વિષયને સતત ઉપયોગ અનમુદત સુધી ટકી રહે છે, પણ વારંવાર એકને એક વિષયમાં આત્માને ઉપયોગ રહેવાથી, તે વિષયના સંસ્કાર આત્મામાં પડી જાય છે. આ સંસ્કારને જ “વાસના કહે છે.
આ વાસના કેટલાક છોને સંળાતા વર્ષ સુધી અને કેટલાક જીવોને અસંખ્યાતા વર્ષ સુધી પણ હોઈ શકે છે.
ધારણા' ના ત્રણ ભેદમાંથી અવિરકૃતિ અને સ્મૃતિ કાળ અનર્મદૂતને કહ્યો છે, જ્યારે વાસનાને કાળ સંખાતા અને અસંખ્યાત વર્ષ સુધીને બતાવ્યો છે,
મતિ જ્ઞાનના સર્વ ભેદો માં વાસનાની સહુથી વધુ સ્થિતિ-કાળર્યાદા સહુથી વધુ હોવાથી જ તેને અાવ છેલા કરણમાં બતાવવામાં આવ્યું હેય એમ સમજાય છે,
અનાદિ કાળથી અવિદ્યા અને મિથ્યાત્વ (વિપરીત બુદ્ધિ) ને આધીન છવામાં પોતાના દેહને જ પોતાનું જ સ્વરૂપ માનીને, અર્થાત “આ દેખાતું શરીર એ જ હું છું” એ રીતે જડ દેહમાં ચિતન્ય સ્વરૂપ આત્માની વિપરીત બુદ્ધિ કરીને દેડના સુખે સુખી અને દેહના દુઃખે દુઃખી બનતે આવ્યો છે. શરીરના જન્મ-જીવન અને મરણમાં પોતાના જ-મ-જીવન અને મરણને માન-અનુભવતો આવ્યો છે.
જન્મ-જન્માંતરથી ચાલી આવતી દેહમાં આત્મબ્રાન્તિને આ સંસ્કાર એટલે બધે દઢમૂળ બની ગય કે દેહથી ભિન્ન એવા આત્મતત્વના યથાર્થ સ્વરૂપને વિચાર સુદ્ધાં એને કદી આવતો નથી.
જે ભવ્યાત્માને ભવરિથતિને પરિપાક થવાથી સદ્ગુરુ સમાગમ થાય છે, તેમના મુખે એ આદરપૂર્વક ધર્મનું શ્રવણું કરે છે તેમજ તેના ઉપર નિયમિત મનન કરે છે, ત્યારે તેને દેહથી ભિન આમાનું યથ થે સમરૂપ જ યુવા મળે છે અને અમ-સ્વરૂપની પ્રતીતિ કરવાની કંઈક રુચિ તેનામાં પ્રગટે છે – એ રુચિ અનુસાર એ આત્મપ્રતીતિકારક ધર્માનુષ્ઠાનનું સેવન કરે છે.
દેહ સાથેની એકતાને અવિવેક – જે જન્મોજન્મથી પરિપુષ્ટ બન્યું હોય છે, તેને ભેદ-નાશ કરોડ જન્મની ધ સાધના પછી પણ દુઃશકાય છે. એનું કારણ એ છે કે - અંદર પડે તો અવિવેકના ઘેરા સંસ્કારો એને શુદ્ધભાવે ધમ આરાધવા દેતા નથી.
દીર્ઘ કાળની એક કુટેવ જે રીતે માણસ ઉપર પિતાનું પ્રભુત્વ સ્થાપી દે છે, તે જ રીતે આ અવિવેક માણસને દેહભાવમાં જ જકડી રાખે છે.
તેમ છતાં જે ભવ્યાત્મામાં આત્માનુભૂતિને તીવ્ર તલસાટ જન્મે છે અને એને સફળ બનાવવા એ પરમાત્મ-ભક્તિ, સદગુરુ સેવા, શાસ્ત્રાભ્યાસ, જીવ-મૈત્રી, પરોપકાર આદિ ગુણમાં તથા યમ, નિયમ આદિના પાલનમાં સાચે પુજા કરે છે, ત્યારે દેવ-ગુરુની કૃપાથી એને ધ્યાન–યોગમાં પ્રવેશ થાય છે. વળી ક્રમશઃ ધ્યાનાભ્યાસમાં આગળ વધતાં અપૂર્વકરણરૂપ મહા સમાધિની ભૂમિકામાં આવે છે, ત્યારે એ સાધકને દેહ-બિન પરમાનંદમય આત્માની અનુભૂતિની બે-ચાર સુભગ પળે લાધે છે, અર્થાત આત્મિક-આનંદને આંશિક અનુભવ થાય છે.
આત્મામાં રહેલા અનાદિના અવિવેકના પેલા સંરકર સામે વિવેકના આ તાજા અને પ્રાથમિક સંસ્કાર ટક્કર શી રીતે ઝીલી શકે ? એટલે અવિવેકનો વાયુ વછૂટતાં વિવેકરૂપી દીપકને પ્રકાશ એલર વાઈ જાય છે અને જીવાત્મા પુનઃ ભ્રાન્ત-દશામાં પછડાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org