________________
૨૧૮ ].
ध्यानविचार-सविवेचन ચોગ, વીય આદિનાં કાર્યકારણભેદનો વિચાર (૧) ચોગનાં કાર્ય-કારણ –ોગશક્તિના પ્રભાવે આત્મા પિતાના પ્રદેશને કર્મક્ષય માટે સક્રિય બનાવે છે, જેમ રાજ પોતાના અધિકારીને રાજ્યના કાર્ય માટે કાર્યશીલ બનાવે.
આત્મા જ્યારે અહિંસા, સંયમ અને તપ આદિ ધર્માનુષ્ઠાનેનું શુદ્ધ આશયપૂર્વક સેવન-પાલન કરે છે, ત્યારે તેના પ્રભાવે મન, વચન અને કાયમની શુદ્ધિ અને સ્થિરતા થવાથી આત્મપ્રદેશમાં એવા પ્રકારની નિશ્ચળતા આવે છે, જેનાથી કર્મ– ક્ષયકારી કાર્ય કરવાની તત્પરતા પ્રગટે છે.
કર્મક્ષય કરવા માટેની તત્પરતામાં મન, વચન અને કાયયોગની શુદ્ધિ અને સ્થિરતા નિમિત્તરૂપ બનતી હોવાથી શુદ્ધ અને સ્થિર મન, વચન અને કાયયેગને “ગરનાં આલંબન કહ્યાા છે.
યેગનું કાર્ય – કર્મક્ષય માટે તત્પરતા, સક્રિયતા પ્રગટ કરવી. રોગનું કારણ – શુદ્ધ મન, વચન અને કાયા.
(૨) વીર્યનાં કાર્ય–કારણું -વીર્યશક્તિના પ્રભાવે આત્મા કર્મક્ષય માટે તત્પર બનેલા પોતાના પ્રદેશોને પ્રેરિત કરે છે–ધક્કો મારે છે, જેથી આમપ્રદેશોમાં ચોંટી ગયેલા કર્મલિકો ઊખડી જાય અથત્ સ્થાનભ્રષ્ટ થઈ જાય. (જેમ ઘરમાંના કચરાને દાસી માત બહાર કઢાવી નાંખવામાં આવે તેમ આ સઘળી પ્રક્રિયા ઘટે છે.)
યેગની શક્તિ કરતાં વીર્યની શક્તિ વધુ પ્રબળ હોય છે, તેનું મુખ્ય કારણ જ્ઞાનાદિ પાંચ આચારોનું વિશુદ્ધ પાલન છે.
વીર્યના આલંબન તરીકે જ્ઞાનાચારાદિ પાંચ આચાર બતાવ્યા છે. જેમ-જેમ પંચાચારનું પરિશુદ્ધ પાલન થાય છે, તેમ-તેમ વીર્યશક્તિની શુદ્ધિ અને પુષ્ટિ વધતી જાય છે.
વીર્યનું કાર્ય – કર્મલિકને ઊખેડી નાંખવા.
વીર્યનું કારણ - પંચાચારનું પરિશુદ્ધ પાલન. (જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પંચાચાર છે.)
(૩) સ્થાનાં કાર્ય–કારણ –સ્થામ એ વિશુદ્ધ ધ્યાનરૂપ છે. તે યોગ અને વીર્ય કરતાં વધુ સામર્થ્ય ધરાવે છે. તેમાં જ્ઞાનાદિ પાંચ આચારાના સેવન સાથે અપૂર્વ ભાલાસયુક્ત વિશુદ્ધ આત્મપરિણામરૂપ કારણે જ આલંબનરૂપ બને છે.
અપૂર્વકરણ” (ઉપશમના-કરણ) કરતી વખતે જીવને પ્રતિ સમય અનંતગુણ વિશુદ્ધ આત્મપરિણામ હોય છે. “ઉપશમ સમ્યવની પ્રાપ્તિ સમયે જીવ શુભ કર્મોને બંધ કરે છે. અશુભ કર્મ-પ્રકૃતિએનું શુભમાં સંક્રમણ કરે છે, શુભ કર્મોની સ્થિતિ અને રસમાં વૃદ્ધિ-ઉદ્વર્તન કરે છે; અશુભ કર્મોની સ્થિતિ અને રસમાં હાનિ–અપવર્તના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org